કન્નડ એક્ટર ધ્રુવ સર્જા અને તેની પત્ની પ્રેરણા શંકર કોરોના પોઝિટિવ

0
10

મુંબઇ,તા.૧૬
કોરોના વાયરસનાં વધતા પ્રકોપથી દેશ આખો પરેશાન છે. ભારતમાં કોરોનાનાં કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હવે કન્નડ એક્ટકર ધ્રુવ સર્જા અને તેમની પત્ની પ્રેરણા શંકર પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે હાલમાં તેમનો ઇલાજ બેંગલુરુની એક હોસ્પિટલમાં ચાલુ છે. ધ્રુવ ચિરંજીવી સર્જાનો નાનો ભાઇ છે. ચિરંજીવીને કાર્ડિાયક અરેસ્ટ આવતા ૭ જૂનનાં રોજ તેમનું નિધન થઇ ગયુ હતું. ધ્રુવ સર્જાએ ટિ્‌વટ કરીને માહિતી આપી હતી કે તે અને તેની પત્ની કોરનોના પોઝિટિવ છે.
ધ્રુવ સર્જાએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, ‘મારી પત્ની અને મારામાં કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને અમે કોવિડ ૧૯ પોઝિટિવ આવ્યા છીએ. એટલે અમે હાલમાં હોસ્પિટલમાં દાખલ છીએ? મને આશાછે કે અમે સ્વસ્થ થઇને પરત આવીશું. જે પણ અમારા સંપર્કમાં હતા તે મહેરબાની કરીને તેમનો ટેસ્ટ કરાવી લે. અને સુરક્ષિત રહે.’
ધ્રુવની આ ટિ્‌વટ બાદ તેમનાં ફેન્સ તેમનાં ઝડપથી સ્વસ્થ થવાની દુઆ માંગી રહ્યાં છે. તેમણે વર્ષ ૨૦૧૯માં જ તેમની ગર્લફ્રેન્ડ પ્રેરણા શંકર સાથે લગ્ન કર્યા હતાં. ધ્રુવ સર્જા એક અનુભવી કન્નડ સ્ટાર અર્જુન સર્જાનાં ભત્રીજા છે અને કન્નડ એક્ટર ચિરંજીવી સર્જાનો નાનો ભાઇ છે. જેમનું નિધન કાર્ડિાયક અરેસ્ટને કારણે ગત મહિને થયુ તેઓ માત્ર ૩૯ વર્ષનાં હતાં.
ધ્રુવે તેનાં કરિઅરની શરૂઆત વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘અધૂરી’થી કરી હતી. જે માટે તેને ત્રણ એવોર્ડ પણ મળ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ધ્રુવ ટૂંક સમયમાં જ એક એક્શન થ્રિલર ફિલ્મમાં નજર આવશે. ફિલ્મનું નામ પોગારુ છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના નજર આવશે.