કરણ મેહરાએ પત્ની નિશા સાથે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
17

અભિનેતા કરણ મેહરા અને તેમની પત્ની નિશા રાવલ અવારનવાર ચાહકો સાથે કપલ્સ ગોલ્સ શેર કરતા રહે છે. કપલે ૨૪ નવેમ્બર ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા. કરણ અને નિશા ૭ વર્ષોથી વધુ સમયથી આનંદમય જીવન પસાર કરી રહ્યા છે. લગ્નના પાંચ વર્ષ બાદ આ કપલના ઘરે એક પુત્રે જન્મ લીધો હતો. કરણ મેહરાએ પોતાના પુત્રનું નામ કવિશ મેહરા રાખ્યું છે.

તે અવારનવાર પત્ની અને પુત્ર સાથે પોતાની તસ્વીર શેર કરતા રહે છે. કોઈ પણ ઇવેન્ટ હોઈ અથવા પાર્ટી કરણ મેહરા પોતાની વાઈફ સાથે ત્યાં હાજરી જરૂર આપે છે. તાજેતરમાં આ કપલની કેટલીક તસ્વીરો ખુબ વાયરલ થઈ રહી છે. તસ્વીરોમાં કપલ ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે. નિશા બ્લેક કલરની ડ્રેસમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. તેની સાથે ડાર્ક મેકઅપ, ખુલ્લા વાળ તેમના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે. આ તસ્વીરોમાં કરણ અને નિશાનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો કરણ મેહરાએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ થી કરી હતી. આ સીરીયલમાં તેમને નૈતિક સિંઘાનિયાનું પાત્ર નિભાવ્યું હતું. સીરીયલમાં અક્ષરા અને નૈતિકની કેમિસ્ટ્રીને ખુબ પસંદ કરવામાં આવી હતી. ત્યાર બાદ કરણ ‘નચ બલીએ ૫’, ‘બીગ બોસ ૧૦’, ‘એક ભ્રમ સર્વગુણ સંપન્ન’ માં જોવા મળ્યા હતા.