કરણ સિંહ ગ્રોવરે છોડ્યો કસૌટી ઝિંદગી કી શો, ફેરવેલ પાર્ટીમાં ન પહોંચી એકતા કપૂર

0
22

સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારા ડ્રામા શો કસૌટી ઝિંદગી કી 2માં હવે કોમોલિકાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે.

શોમાં તેમની એન્ટ્ર બાદ જ કરણ સિંહ ગ્રોવરે કસૌટી ઝિંદગી કી શોને અલવિદા કહી દીધું છે.

હાલમાં જ આખા શોની આખી ટીમે કરણ સિંહ ગ્રોવર ઉર્ફે મિસ્ટર બજાજને એક ફેરવેલ પાર્ટી આપી છે. જેમાં શોની પ્રોડ્યૂસર એકતા કપૂર હાજર ન રહી.

શોમાં ઋષભ બજાજનો કિરદાર નિભાવી રહેલા એક્ટર કરણ સિંહ ગ્રોવરે હાલમાં જ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આખી ટીમ સાથે આ તસવીર શેર કરી છે. આ તસવીરમાં કસૌટી ઝિંદગીની આખી સ્ટાર કાસ્ટ નજર આવી રહી છે.

આ ખૂબસુરત તસવીર સાથે કરણ સિંહ ગ્રોવરે તમામ લોકોનો આભાર માનતા લખ્યું છે કે, ખૂબ જ સારા સમય માટે આભાર અને આ મજેદાર ફેરવેલ માટે પણ, મારા માટે તમારી સાથે કામ કરવું ખુશીની વાત છે, એકતા કપૂર અમે તમને ખૂબ જ યાદ કર્યા.

હાલમાં જ ટેલીચક્કરે એક સૂત્રના હવાલેથી પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કરણ સિંહ ગ્રોવરે શોની પ્રોડ્યૂસર એકતા કપૂર સાથે પણ વાત કરી હતી. જો કે જ્યારે કરણને આ મામલે સવાલ કરવામાં આવ્યા તો તેમણે કાંઈ બોલવાનો ઈનકાર કરી દીધો.

અચાનક કરણ સિંહ ગ્રોવરનું આવી રીતે શોમાંથી બહાર થઈ જવું સૌ કોઈને પરેશાન કરી રહ્યું છે. શોની ટીઆરપી રેટિંગમાં કોમોલિકાની એન્ટ્રીથી થોડો ઉછાળો આવ્યો છે,

પરંતુ કરણની ગેરહાજરી શો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હવે જોવાનું હશે કે અનુરાગ અને પ્રેરણાના જીવનમાં મિસ્ટર બજાજ બાદ કોમોલિક કઈ રીતે અંતર વધારશે.