કર્મનું ફળ કે પાપનું પ્રાયશ્ચિત/ દારૂ પીતા પકડાયેલા નાયબ મામલતદાર સહિતના 3 લોકોએ કરી સિવિલની સફાઈ

0
14
news/UGUJ-BSK-OMC-LCL-3-accused-of-drinking-wine-cleaning-civil-hospital-in-deesa-gujarati-news-5982614-PHO.html?ref=ht
news/UGUJ-BSK-OMC-LCL-3-accused-of-drinking-wine-cleaning-civil-hospital-in-deesa-gujarati-news-5982614-PHO.html?ref=ht

ડીસા કોર્ટે દારૂ પીવાના શોખીનોની આંખો ખોલવા લાલબત્તી સમાન ચુકાદો આપ્યો
* ડીસા સિવિલમાં પૂર્વ પાલિકા ઇ.સી.ઓ, ના.મામલતદાર સહિતના 3એ સિવિલમાં સફાઈ કરી
* ત્રણે આરોપીઓ અગાઉ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા

ડીસા: ડીસા કોર્ટે દારૂ પીવાના શોખીન લોકો માટે લાલબત્તી સમાન ચુકાદો આપ્યો હતો. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા પૂર્વ પાલિકા ઇ. સી ઓ, નાયબ મામલતદાર સહિત ત્રણને ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટે એક માસની સાદી કેદની સજા સાથે એક માસ ડીસા સિવિલ હોસ્પિટલમાં સવાર અને સાંજે બે ટાઈમ નિયમિત સફાઇ કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈને આ ત્રણેય કસૂરવારોએ કોર્ટના હુકમ બાદ શુક્રવારે સવાર અને સાંજ ડીસાની સિવિલમાં સફાઈ કામ કરી હતી. સફાઈ દરમિયાન હોસ્પિટલમાં ઉપસ્થિત અન્ય લોકોમાં કર્મનું ફળ કે પાપનું પ્રાયશ્ચિત જેવા શબ્દો સરી પડયા હતા.

2009માં પોલીસે 3ને દારૂ પીતા રંગે હાથ ઝડપ્યા હતા

ડીસાની ટોપ ઇન ટાઉન હોટલમાં ગત 21 ઓક્ટોબર 2009ના રોજ પોલીસ રેડ દરમિયાન ડીસાના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને નાયબ મામલતદાર કીર્તિદાન ચમનલાલ મકવાણા (નાઈ), દેવચંદ પૂનમચંદ મોદી, અને નવીનભાઈ પ્રહલાદભાઈ પટેલ દારૂની મહેફિલ માણતા ને જુગાર રમતા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં ત્રણેય શખ્સો વીર ડીસા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જે કેસ ડીસાના પાંચમા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક માસની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો પરંતુ તે સજા ની સામે ડીસા એડિશનલ ચોથા સેશન્સ જજની કોર્ટમાં અપીલ દાખલ થતા 15 નવેમ્બર 2018 ના રોજ અપીલ ચાલી જતા જજે ઉપરોક્ત કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો.

સજામાં ફેરફાર કર્યો

સજામાં ફેરફાર કરી દારૂના રવાડે ચડેલા શોખીન લોકો માટે સમાજમાં દાખલો બેસે તેઓ આદેશ કર્યો હતો જેમાં આ ત્રણે આરોપીઓને એક માસ સુધી સવારે 10 થી 12 તથા સાંજે 4 થી 6 સુધી ડીસા સિવિલ હોસ્પિટલમાં સમાજ સેવાના ભાગરૂપે નિયમિત સફાઈ કરવા આદેશ કર્યો હતો અને દરેક આરોપીને તેમના સ્વખર્ચે વીડિયો રેકોર્ડિંગ કરી તેની સીડી હોસ્પિટલના હેડને આપવા હુકમ કર્યો હતો.

લોકોના ટોળા ઉમટ્યા