કલામના ચીલે ચાલશે કોવિંદ, રાષ્ટ્રપતિ ભવનમાં નહીં થાય ઈફ્તાર પાર્ટી

0
379
iftar-party-will-not-organise-in-rashtrapati-bhavan-this-yea
iftar-party-will-not-organise-in-rashtrapati-bhavan-this-yea

રાષ્ટ્રપતિ ભવનમાં આ વર્ષે ઈફ્તાર પાર્ટીનું આયોજન નહીં થાય. જણાવી દઈએ રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે ઈફ્તાર પાર્ટીનું આયોજન થતું રહે છે, 2002-2007નો કાર્યકાળ અપવાદ છે. અસલમાં 2002-2007માં તત્કાલીન રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના કાર્યકાળમાં પણ ઈફ્તાર પાર્ટીનું આયોજન નહોતું કરાયું.કલામના કાર્યકાળ બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અશોક મલિકે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ‘રાષ્ટ્રપતિ ભવન ધર્મનિરપેક્ષ રાજ્યની અભિવ્યક્તિ કરે છે. આ જ કારણ છે કે, ગવર્નન્સ અને ધર્મના મુદ્દાઓને અલગ રાખવામાં આવ્યા છે. કરદાતાઓના પૈસે કોઈ ધાર્મિક કાર્યક્રમના આયોજનનો ખર્ચ નહીં કરવામાં આવે.’ઉલ્લેખનીય છે કે, કલામના કાર્યકાળમાં ઇફ્તાર પાર્ટીની પ્રથાને પહેલીવાર ખતમ કરવામાં આવી હતી. APJ અબ્દુલ કલામના સમયમાં ઈફ્તાર પાર્ટી પર થનાર ખર્ચ ગરીબ અને અનાથ લોકોમાં વહેંચવામાં આવતો હતો જેથી રમઝાન મહિનામાં ગરીબોને મદદ થઈ શકે. જોકે, કલામ બાદ પ્રતિભા પાટિલના કાર્યકાળમાં રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર ઈફ્તાર પાર્ટીઓનું ચલણ શરૂ થઈ ગયું જેને પ્રણવ મુખર્જીના કાર્યકાળમાં પણ યથાવત રાખવામાં આવ્યું.જણાવી દઈએ કે, રામનાથ કોવિંદના કાર્યકાળ દરમિયાન ગત વર્ષે ક્રિસમસ નિમિત્તે પણ રાષ્ટ્રપતિ ભવનમાં કૈરોલ સિંગિંગ કાર્યક્રમ આયોજિત કરાયો નહોતો. અગાઉ 2016 સુધી દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં કૈરોલ સિંગિંગ કાર્યક્રમનું આયોજન થતું રહેતું હતું. માત્ર 2008માં મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલાને કારણે આ આયોજન નહોતું કરાયું અને તે વખતે પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ હતા.ણાવી દઈએ કે, ટેક્સ પેયર્સના ખર્ચે થનારી આ ધાર્મિક પાર્ટીઓ પર લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. તેલંગાણામાં પણ સરકાર એક ભવ્ય ઈફ્તાર પાર્ટી આયોજિત કરવા જઈ રહી છે, જેનો વિરોધ થવા લાગ્યો છે. ઘણા સામાજિક કાર્યકર્તાઓએ તેલંગાણામાં આ આયોજનનો વિરોધ કર્યો છે