કાજોલનું ડિજિટલ ડેબ્યુ, નેટફ્લિક્સ માટે રેણુકા શહાણે કરશે ડિરેક્ટ

0
25

હમ આપ કે હૈં કૌન’માં માધુરી દીક્ષિતની મોટી બહેનના પાત્ર થકી લોકોના દિલમાં વસી ગયેલી દિગ્ગજ અભિનેત્રી રેણુકા શહાણે ડિજિટલ વર્લ્ડમાં ‘ત્રિભંગા’ નામની ફિલ્મથી ડિરેક્ટર તરીકે આવી રહી છે.

આ અગાઉ તેણે તેની માતા શાંતા ગોખલેની નૉવેલ પર આધારિત મરાઠી ફિલ્મ ‘રીટા’ ડિરેક્ટ કરી છે.

‘ત્રિભંગા’માં ત્રણ મજબૂત સ્ત્રીઓની વાત હશે જે પાત્રો દિગ્ગજ અદાકારા તન્વી આઝમી, કાજોલ અને યુટ્યુબર તથા વેબ-દુનિયાનો જાણીતો ચહેરો મિથિલા પાલકર ભજવવાની છે.

નેટફ્લિક્સ ઇન્ડિયાની ફિલ્મમાં નિર્માતા તરીકે અજય દેવગન પણ જોડાયો છે. ‘ત્રિભંગા’માં મુંબઈના એક જ પરિવારની ત્રણ જનરેશનની વાત હશે. 

૧૯૮૦થી આજ સુધીનો સમયગાળો રજૂ કરતી આ ફિલ્મમાં કુણાલ રૉય કપૂરને પણ મહત્ત્વના રોલમાં કાસ્ટ કરવામાંઆવ્યો છે.

આ ફિલ્મ થકી અજય દેવગન ફિલ્મ્સનું પણ ડિજિટલ પદાર્પણ થશે.