કામસૂત્ર-૩ડીની એક્ટ્રસ સાયરા ખાન કાર્ડિયક એટેકના કારણે નિધન

0
41
Kamasutra 3D Actress Saira Khan Is No More
Kamasutra 3D Actress Saira Khan Is No More

(જી.એન.એસ)મુંબઇ,તા.૨૧
સતત વિવાદોમાં રહેલી ફિલ્મ ‘કામસૂત્ર ૩ડી’ની એકટ્રેસ સાયરા ખાનનું નિધન થયુ છે. એક રિપોર્ટ અનુસાર સાયરાનું નિધન કાર્ડિયક એટેકના કારણે થયું છે. ‘કામસૂત્ર ૩ડી’માં સાયરાએ ચર્ચિત અભિનેત્રી શર્લિન ચોપડાની જગ્યા લીધી હતી.
ફિલ્મની રિલીઝના સમયે શર્લિનને લઈને ખુબજ વિવાદ પણ થયો હતો જેના કારણે સાયરાને જે લોકપ્રિયતા મળવી જાઈએ તે મળી ન હતી. સાયરાના નિધન પર ફિલ્મના નિર્માતા રૂપેશ પોલે દુખ વ્યક્ત કર્યુ હતુ. સાયરાના નિધન પર પોલે કહ્યું કે મને એ વાતની બીલકુલ અંદેશો ન હતો કે આવુ પણ થશે. રૂપેશે જણાવ્યુ કે શર્લિનની જગ્યા લીધા બાદ સાયરાએ ખુબજ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.
રૂપેશે સાયરાનાં મોત પર સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે મને તો એ વાતનુ દુખ છે કે સાયરા પ્રત્યે કોઈએ દુખ પણ વ્યક્ત ન કર્યુ. તે એક ખુબસુરત અને જાણીતી અભિનેત્રી હતી પોતાના કામ પ્રત્યે ખુબજ કાળજી રાખતી હતી. હું તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છુ. આપને જણાવી દઈએ કે સાયરા ખાનનું મોત કાર્ડિયાક એટેકથી શુક્રવારે સવારે થયું હતુ.
સાયરાએ જ્યારથી આ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હતો ચારેતરફથી તેની ટીકાઓ થઈ રહી હતી. તે એક પછી એક વિવાદમાં ફસાતી જતી હતી.