કાર્તિક-અનન્યા અને ભૂમિની ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ કરાશે

0
7

વર્ષ ૧૯૭૮માં બનેલી મુળ ફિલ્મની રિમેક ફિલ્મ રહેશે

મુંબઇ : કાર્તિક આર્યન ભલે બોલિવુડમાં નવા સ્ટાર તરીકે છે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે ઝડપથી આગળ આવી રહ્યો છે. તેની માંગ નિર્માતા નિર્દેશકોમાં વધી રહી છે. તે બોલિવુડમાં હવે સૌથી આશાસ્પદ સ્ટાર પૈકી એક તરીકે છે.

થોડાક દિવસ પહેલા તેની કૃતિ સનુનની સાથે ફિલ્મ લુકાછુપી રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ સરેરાશ સફળ સાબિત થઇ હતી. ત્યારબાદ તે હવે પોતાની નવી ફિલ્મ પતિ પત્નિ અને વો ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે.

આ ફિલ્મનુ શુટિંગ ચાલી રહી છે. આ ફિલ્મ માટે પ્રથમ લુક જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. 

ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે ભૂમિ પેડનેકર અને અનન્યા પાન્ડે કામ કરી રહી છે. એમ માનવામાં આવે છે કે ફિલ્મનુ શુટિંગ જોરદાર રીતે જારી છે. ફિલ્મને આ વર્ષે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવી શકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આ ફિલ્મ વર્ષ ૧૯૭૮માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રીમેક ફિલ્મ છે.

મુળ ફિલ્મમાં સંજીવ કુમારે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં તેની સાથે વિદ્યા સિંહા અને રંજિતા હતી. જુની ફિલ્મમાં વિદ્યા સિંહા સંજીવ કુમારની પત્નિની ભૂમિકામાં હતી. જ્યારે રંજીતા પ્રેમિકાની ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં ભૂમિ વિદ્યા સિંહાના રોલમાં અને અનન્યા રંજિતાની ભૂમિકામાં નજરે પડનાર છે.

પોતાના લુકમાં આ ફિલ્મને લઇને બદલ નાંખ્યો છે. થોડાક સમય પહેલા તે ફિલ્મના તેના લુકનો ફોટો વાયરલ કર્યો હતો. કાર્તિકની ફિલ્મને કેટલાક આધુનિક રીતે રજૂ કરવામાં આવનાર છે. જે ચાહકોને પસંદ પડે તેવી શક્યતા દેખાઇ રહી છે ફિલ્મની પટકથા ચાહકોને પસંદ પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here