કુંવરજી બાવળિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો, 4 કલાકમાં જ મંત્રીપદ મળ્યું

0
141
Senior Gujarat Congress MLA Kunvarji Bavaliya joins BJP, to be made minister
Senior Gujarat Congress MLA Kunvarji Bavaliya joins BJP, to be made minister
Setback for Gujarat Congress as senior leader Bavaliya resigns as MLA, set to join BJP
Setback for Gujarat Congress as senior leader Bavaliya resigns as MLA, set to join BJP

બાવળિયા 20 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, કુંવરજી બાવળીયાએ અંતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળિયાએ અંતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું છે. આજે બાવળિયાને રાજ્યપાલે રાજ ભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આમ ભાજપમાં જોડાયાના માત્ર ચાર કલાકમાં જ બાવળિયાને મંત્રી પદ મળી ગયું છે. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટ મંત્રીઓની ઓફિસ આવેલી છે. પરંતુ બાવળિયાને સ્વર્ણિમ 2માં પૂર્વ મંત્રી શંકર ચૌધરીની કેબિન આપવામાં આવી છે.
બાવળિયાના ભાજપમાં જોડાવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુંવરજીભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કેબિનેટ મંત્રી તરીકે શપથ લઇ શકે છે. તેમણે રાહુલ ગાંધીને ઇ મેલથી રાજીનામું મોકલ્યું હતું, કુંવરજીના આગમનથી સૌરાષ્ટ્રમાં ભાજપ મજબૂત થશે. કુંવરજી બાવળિયા સાથે કોંગ્રેસના ઘણા સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. તેમના સાથીદાર અને મંત્રી પરસોતમ સોલંકીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં ભાજપના અને કોંગ્રેસના તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. ત્યાર બાદ તેઓ કમલમ પહોંચ્યા હતા, જ્યાં કુંવરજી બાવળિયા ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા.
જ્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા પોતાના હિતોને પોષવા ભાજપમાં ગયા છે,કોંગ્રેસમાં કોળી સમાજને અન્યાય થઇ રહ્યો હોવાનું કહીને બીજેપીમાં ગયા છે, કુંવરજી બાવળિયા માત્ર બે મહિનાના જ મંત્રી બની રહેશે. પેટા ચૂંટણીમાં કુંવરજીની હાર નિશ્ચિત છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાએ રાજભવનમાં મંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તથા અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમને સ્વર્ણિમ સંકુલ -2ના પ્રથમ માળે ઓફિસ ફાળવાઈ છે. તેમને પૂર્વ પ્રધાન શંકર ચૌધરીની ઓફિસ ફાળવાઈ છે. આમ, સૌરાષ્ટ્રનું મોટું માથુ ભાજપમાં જોડાઈ ગયું છે, ત્યારે લોકસભાના ઈલેક્શનમાં ભાજપનું સૌરાષ્ટ્ર ક્ષેત્ર વધુ મજબૂત બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસની બધી ગણતરી ઊંધી પાડીને કોંગ્રેસના જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળજી આજે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપના ખોળામાં જઈને બેસ્યા છે. કુંવરજી બાવળીયાએ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવાદીના નિવાસસ્થાને તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામુ સોંપ્યું હતું. આજે બપોરે કુંવરજી બાવળીયા ભાજપમાં વિધિવત રીતે જોડાશે. તો બીજી તરફ કમલમમાં તેમના સ્વગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. બાવળીયાને ભાજપમાં કેબિનેટમાં મહત્ત્વનું સ્થાન સોંપાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, તેમને કેબિનેટ મંત્રી બનાવાશે, અને તેમને શિક્ષણ અને પાણી પુરવઠા ખાતુ સોંપાય તેવી શક્યતાઓ છે. તેઓ આજે સાંજે 4 વાગ્યે મંત્રી તરીકેના શપથ લેશે. ત્યારે આમ, ભાજપનું ઓપરેશન સફળ રહ્યું કહેવાય. રાહુલ ગાંધીની સ્ટ્રેટેજી ગુજરાતમાં બુમરેન સાબિત થઈ છે. કારણ કે, યુવાનોને નેતૃત્વની કમાન સોંપવાની બાબતથી પક્ષના સીનિયર નેતા નારાજ થયા હતા. જેથી જીવાભાઈ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ બાદ હવે કુંવરજી બાવળીયાએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આમ, કોંગ્રેસમાં રાજીનામાની હેટ્રિક સર્જાઈ છે. બીજી તરફ, કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ સિનીયર નેતાઓની નારાજગી ખાળવામાં નિષ્ફળ નિવડ્યા છે. આમ, કુંવરજી બાવળીયાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ કુંવરજી બાવળીયા પોતાના ધારાસભ્યો સાથે કમલમ પહોંચ્યા હતા. તેમણે મીડિયાને પ્રતિક્રીયા આપતા કહ્યું કે, BJP પ્રદેશ અધ્યક્ષની પ્રેસ બાદ નિવેદન આપીશ. તો બીજી તરફ, બીજેપીના પ્રવક્તાએ કુંવરજીને મીડિયાને કોઈ પણ પ્રતિક્રિયા આપતા અટકાવ્યા હતા.
આજે તેમની શપશવિધિ બાદ 5 તારીખે જસદણમાં BJPનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ કોળી સમાજની કદર નહોતું કરતું. કુંવરજી બાવળિયાને BJPમાં આવકારાશે. બાવળિયાને મંત્રી મંડળમાં સ્થાન અપાશે. બાવળિયા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેમણે રાહુલ ગાંધીને ઈ-મેઈલથી રાજીનામું મોકલ્યું હતું. કુંવરજીએ તેમની લાગણી વ્યક્ત કરી હતી, જેનો અમે સ્વીકાર કર્યો છે. તમામ સમાજને સાથે રાખી સરકાર કામ કરશે. આમ, કુંવરજી બાવળીયાના રાજીનામાથી કોંગ્રેસના મોવડીઓમાં સન્નાટો છવાયો છે.