કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ: સોનિયા ગાંધી

0
8
મોદી સરકારે સત્તાનો ઘમંડ છોડી હાડ ગાળતી ઠંડીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બંધ કરાવવા ત્રણે કાળા કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ.
મોદી સરકારે સત્તાનો ઘમંડ છોડી હાડ ગાળતી ઠંડીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બંધ કરાવવા ત્રણે કાળા કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ.

નવી દિલ્હી: કૃષિ કાયદા અંગે ખેડૂતોના વિરોધના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે દેશની સ્વતંત્રતા બાદ પહેલી વાર આવી ઘમંડી સરકાર સત્તામાં આવી છે. તેમને ખેડૂતોની પીડાની કંઇ જ પડી નથી. કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા પણ તેમણે માગણી કરી હતી. હિંદી ભાષામાં આપેલા એક નિવેદનમાં સોનિયાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં જે સરકારને અને તેમના નેતાઓને જનતાની લાગણીની પરવા જ નથી હોતી તેઓ લાંબું શાસન નથી કરી શકતા અને એ હવે કેન્દ્ર સરકારની પૉલિસીઓ સામે ખેડૂતો ઝૂકવાના નથી.‘હજી પણ સમય છે. મોદી સરકારે સત્તાનો ઘમંડ છોડી હાડ ગાળતી ઠંડીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બંધ કરાવવા ત્રણે કાળા કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ. એ જ સાચો રાજધર્મ છે અને આંદોલનમાં જાન ગુમાવનારા ખેડૂતોને સાચી અંજલિ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.મોદી સરકારે સમજવું જોઇએ કે લોકશાહી એટલે ખેડૂતો, કામદારો સહિત લોકોના હિતની રક્ષા કરવી.

દેશના લોકોની સાથે મને પણ ૩૯ દિવસથી રાજધાનીની સરહદે ઠંડી અને વરસાદની પરવા કર્યા વિના આંદોલન કરી રહેલા અન્નદાતાઓની સ્થિતિ જોઇને દુ:ખ થાય છે. હું પણ તેમની માગણીનું સમર્થન કરું છું.

સરકારની નિષ્ઠુરતાને કારણે અત્યાર સુધીમાં ૫૦થી વધુ ખેડૂતોએ જાન ગુમાવ્યા છે અને કેટલાક ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે, પરંતુ નિષ્ઠુર મોદી સરકાર અને વડા પ્રધાન મોદી કે કોઇ નેતાએ ખેડૂતોને સાંત્વના આપવા બે શબ્દ ઉચ્ચાર્યા નથી. મોદી સરકાર માત્ર કેટલાક ઉદ્યોગપતિઓના હિતો સાચવા માટે જ કામ કરી રહી છે. મૃતક ખેડૂતભાઇઓને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારજનોએ આ દુ:ખ ભોગવવાની શક્તિ આપવા ભગવાનને પ્રાર્થના કરું છું,’ એમ સોનિયાએ જણાવ્યું હતું.