કૃષ્ણા ચલી લંડનની બેલાભાભી હૉરર શો લાલ ઇશ્કમાં

0
13

સ્ટાર પ્લસ પર આવેલી ‘કૃષ્ણા ચલી લંડન’ સિરિયલમાં ત્રિલોકની પત્ની બનેલી બેલા અવસ્થી જેને લોકો બેલાભાભી તરીકે ઓળખે છે એ ભૂમિકા મીરચંદાની હવે એન્ડ ટીવીના ‘લાલ ઇશ્ક’ના આગામી એપિસોડમાં દેખાશે.


એન્ડ ટીવી પર ચાલી રહેલી રોમૅન્ટિક-હૉરર ઝોનરની ટીવી-સિરીઝ ‘લાલ ઇશ્ક’એ જુલાઈ મહિનામાં એના ૧૦૦ એપિસોડ પૂરા કર્યા છે. ‘લાલ ઇશ્ક’ના દરેક એપિસોડમાં નવું કપલ આવે અને તેમનો પ્રેમ, તેમના જીવનની રહસ્યમય ઘટનાઓ અને સુપરનૅચરલ સસ્પેન્સ દર્શાવવામાં આવે છે.

આગામી એપિસોડમાં સ્ટાર પ્લસની સિરિયલ ‘મિલી’માં મિલીનું ટાઇટલ કૅરૅક્ટર ભજવીને જાણીતી થયેલી મોના વાસુ અને

‘પિયા બસંતી રે’ સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવી ચૂકેલો ઍલન કપૂર કપલ તરીકે આવવાનાં છે.

 એ એપિસોડમાં રસપ્રદ ટ્વિસ્ટ આપવા ભૂમિકા મીરચંદાનીને કાસ્ટ કરવામાં આવી છે. મોના વાસુએ ‘મિલી’ બાદ બહુધા પાત્રો નેગેટિવ ભજવ્યાં હતાં.

ઘણા સમય બાદ મોના સ્ક્રીન પર પૉઝિટિવ પાત્રમાં દેખાશે.