કેટરીનાને હવે પ્રોડ્યુસર બનવાનાં અભરખાં જાગ્યા.

0
35
Actress Katrina Kaif Wants to Get into Production
Actress Katrina Kaif Wants to Get into Production

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૭
અભિનેત્રી કેટરીના કૈફનું કહેવું છે કે, કંટેટને ડેવલપ કરવાને લઇને તે હંમેશા ઉત્સાહિત રહે છે અને એક પ્રોડ્યુસર બનવા માંગે છે. એક નિવેદનમાં જણાવ્યું કે વૂટના ‘ફીટ અપ વિદ ધ સ્ટાર્સ સીઝન ૨’ના એક એપિસોડમાં જ્યારે તે આવી તો તેને ફિલ્મ નિર્માણ ઉદ્યોગમાં તેને રુચિ અને વિચારને લઇને વાત કરી.
કાર્યક્રમની સંચાલકે જ્યારે તેને તેની ભવિષ્યની યોજનાઓ અંગે પૂછ્યું તો કેટરીના કેફે કહ્યું કે તે નિર્માતા બનવા માંગે છે. અનુષ્કા શર્મા અને દીપિકા પાદુકોણે પોતાને ખાનગી પ્રોડક્શન હાઉસ બનાવવા માટે શુભેચ્છા આપતા કેટરીનાએ કહ્યું , કંટેટના વિકાસ માટે તે ઉત્સાહિત રહે છું, હું નિર્માતા બનવા માંગુ છું અને જવાબદારી લેવા માંગું છું.
આવનાર સમયમાં કેટરીના, સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘ભારત’માં નજરે પડશે. તેને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કર્યું છે આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં આવેલી સાઉથ કોરિયન ફિલ્મ ‘ઓડ ટૂ માય ફાધર’નું અધિકારિક રૂપાંતરણ છે.