કેરળ અને કર્ણાટકમાં ઈડ ઓફ લિવિંગ વધશે : મોદી

0
5
વડાપ્રધાનનું કહેવું છે- કોચ્ચિ-મેંગલુરુ નેચરલ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટથી ઘણાં લોકોના જીવન પર સકારાત્મક અસર થશે
વડાપ્રધાનનું કહેવું છે- કોચ્ચિ-મેંગલુરુ નેચરલ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટથી ઘણાં લોકોના જીવન પર સકારાત્મક અસર થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચિ-બેંગલુરુ નેચરલ ગેસ પાઈપલાઈનની શરૂઆત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી છે. મોદીએ કહ્યું કે, 450 કિમીની કોચ્ચિ-મેંગલુરુ પાઈપલાઈનના ઉદ્ધાટનથી ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. હું કેરળ અને કર્ણાટકના લોકો અને પ્રોજેક્ટના દરેક સ્ટેક હોલ્ડર્સને શુભેચ્છા પાઠવું છું. પાઈપલાઈન તે વાતનું ઉદાહરણ છે કે, દરેક લોકો સાથે મળીને કામ કરે તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી. એન્જિનિયરિંગના લોકો જાણે છે કે, આ પ્રોજેક્ટને પૂરો કરવો કેટલો મુશ્કેલ હતો. પરંતુ ખેડૂતો, સરકાર, ટેક્નિશિયન્સની મદદથી તેને પૂરો કરવામાં આવ્યો છે.