કૉમેડી કરવી મારું કામ નથી:ટાઇગર

0
32

અભિનેતા ટાઇગર શ્રોફ એકશન સ્ટાર તરીકે બૉલીવૂડમાં જામીગયો છે અને તાજેતરમાં તેની અને રિતિક રોશનની ફિલ્મ ‘વૉર’ આવી છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે.

ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. ૪૦૦ કરોડનો વકરો કરી લીધો છે. આ પાવરપેક્ડ એકશન ફિલ્મ સફળ થતા ટાઇગર માટે હવે થોડી મુશ્કેલી ઊભી થઇ છે.

દર્શકો તેની આગામી ફિલ્મ ‘બાગી થ્રી’ માટે વધારે અપેક્ષા રાખશે.

ટાઇગરેતાજેતરમાં જ ‘બાગી થ્રી’નું શૂટિંગ રૅપ-અપ કર્યું. તેમાં તેણે કેટલીક એકશન સીક્વન્સીસ કરી હતી. તે તેની હાલની ફિલ્મોની પસંદગીથી ખુશ છે. તે કહે છે, ‘

હું જુદા પ્રકારના રોલ કરું તો મારા દર્શકો એન્જૉય નથી કરી શક્તા.

જેમ કે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ટુ’ દર્શકોને નહોતી ગમી. ફિલ્મે તેનું બજેટ કવર કરી લીધેલું, પણ સફળતા નહોતી મેળવી.

‘બાગી થ્રી’ જેવીએકશન ફિલ્મને સારા ફીડબેક મળે છે.’

વધુમાં તે કહે છે, અત્યારે સ્પર્ધાત્મક જમાનામાં કોઇની ઇચ્છા મુજબ કામ થતું નથી, જ્યારે જુદા જુદા જૉનરની ફિલ્મો ચાલે છે.

હું કંઇ મારી જાતને રણવીર સિંહ કે વરુણ ધવન સાથે સરખાવી ન શકું.

હું તેમની જેમ કૉમેડી ન કરી શકું. પણ હું જ્યાં છું ત્યાં સારો છું અને એવા રોલ કરીશ જેમાં મારી એકશન ક્ષમતાને દર્શાવી શકું.

‘બાગી થ્રી’ ફિલ્મ માર્ચ ૨૦૨૦માં રજૂ થવાની છે.

ટાઈગર તેના પિતા જેકીની જેમ રોમેન્ટિક ભૂમિકામાં ભલે બહુ જામતો ના હોય પણ એકશન હીરો તે સ્ટાર છે.