કૉમેડી કહાની પ્રિયંકા-નિક કી

0
13

પ્રિયંકા ચોપરાની લગ્ન પછીની પહેલી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ માટે તૈયાર છે અને તાજેતરમાં તે ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તેનેસ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

Actress Priyanka Chopra arrives at the Metropolitan Museum of Art Costume Institute Gala (Met Gala) to celebrate the opening of “Heavenly Bodies: Fashion and the Catholic Imagination” in the Manhattan borough of New York, U.S., May 7, 2018. REUTERS/Eduardo Munoz

પ્રિયંકાને આ ફિલ્મ કરવાની બહુ મઝા આવી એમ તે કહે છે. જોકે, ફિલ્મની અસલી સ્ટાર તે નહીં પણ દિગ્દર્શિકા શોનાલી બોઝ હોવાનું તે કહે છે. તે તો ફેસ્ટિવલમાં શોનાલીને ભેટીને ભાવવશ થઇ રડી પડી હતી. તેણેતે ફેસ્ટિવલની તસવીરો શેર કરીને લખ્યું હતું કે કેટલાક ખાસ લોકો સાથે એક ખાસ સાંજ, આ લૅબર ઑફ લવને જીવંત કરતા અમને એક વર્ષથી વધારે સમય લાગ્યો. એક અવિસ્રમણીય અનુભવ રહ્યો. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર છે.

પ્રિયંકા અને ફરહાન અગાઉ સાથે‘દિલ ધડકને દો’ ફિલ્મ કરી ચૂક્યા છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું ત્યારે વિશાળ પ્રમાણમાં દર્શકો તેને મળ્યા હતા. ફિલ્મ યુવાન મોટીવેશનલ સ્પીકર આયેશા ચૌધરી અને તેના માતા-પિતાના વાસ્તવિક જીવનની વાર્તા છે. ફિલ્મમાં માતા-પિતા તેમનું બાળક ગુમાવે છે તેની વાર્તા છે. ફિલ્મના ડિરેક્ટર શોનાલી કહે છે, મેં પણ મારા દીકરા ઇશાનને ગુમાવ્યો છે આથી આ ફિલ્મ મારા પુત્રને સંબંધિત પણ ગણી શકાય. હવેપછી પ્રિયંકાની આગામી ફિલ્મ છે હૉલીવૂડની ફિલ્મ, જે સ્પિરિચ્યુઅલ ગુરુ મા શીલા આનંદના જીવન પર આધારિત છે. અભિનેત્રી આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહી છે. જેને દિગ્દર્શિત કરશે ઑસ્કર વિજેતા ફિલ્મસર્જક બેરી લેવિનસન. આમ, પ્રિયંકાની ગાડી લગ્ન પછી ફરી જોરશોરથી ચાલવા લાગી છે.

તેના અને તેના જાણીતા અમેરિકન સિંગર પતિ નિક જોનસની તસવીરો અને ચર્ચાઓ સોશ્યલ મીડિયા પર ફરતી રહે છે. નિક પણ આંતરરાષ્ટ્રીય સ્ટાર હોવાથી ચાહકોને પ્રિયંકા સાથે તેનામાં પણ રસ પડે છે.

આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં બંને સાથે જ જતા જોવા મળે છે. હવે પ્રિયંકા હૉલીવૂડ તરફ વળી ગઇ હોવાથી બૉલીવૂડમાં બહુ ફિલ્મો નથી કરી રહી પણ બૉલીવૂડમાં તે હંમેશાં ચર્ચામાં રહે છે અને સમયાંતરે ફિલ્મો કરતી રહે છે. પ્રિયંકા અને નિકની જોડી જામે છે, પણ નિક પ્રિયંકા કરતા ૧૦ વર્ષ મોટો છે. તાજેતરમાં ૧૬મી સપ્ટેમ્બરેનિકે પોતાનો ૨૭મો જન્મદિવસ મનાવ્યો. બંને વચ્ચેની રમૂજી વાત જાણશો તો તમે હસવું નહીં ખાળી શકો.

અહીં આપેલી પ્રિયંકા અને નિકની તસવીર જોઇને તમે કલ્પના કરશો કે આનો શું અર્થ છે? પણ છે, હસવાજેવી વાત એ છે કે ૨૦૦૦ના વર્ષે પ્રિયંકા ચોપરા જ્યારે મિસ વર્લ્ડ બની ત્યારે નિકની ઉંમર માત્ર ૮ વર્ષની હતી. બંનેની આ તસવીર ત્યારની છે. પ્રિયંકા વિશ્ર્વસુંદરી હતી ત્યારે નિક નાનકડો બાળક હતો. હાહાહાહા…! નસીબ કોને ક્યાં લઇ જાય છે. આજે બંને આંતરરાષ્ટ્રીય સ્ટાર છે અને લગ્ન કરીને સાથે છે.

૨૦૦૬માં નિકનું પહેલું આલબમ ‘ઇટ્સ અબાઉટ ટાઇમ’ આવ્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી. આમ, કહાની પ્રિયંકા-નિક કી જરા કૉમેડી તો હૈ હી.