કોંકણી વિધિથી થયા લગ્ન, ચાર ફેરા ફરીને દીપિકા-રણવિર બન્યા પતિ-પત્ની

0
25
news/ENT-GOS-IFTM-deepika-padukone-emotional-at-her-mehndi-ceremony-ranveer-singh-hugs-gujarati-news-5981506-NOR.html?ref=ht
news/ENT-GOS-IFTM-deepika-padukone-emotional-at-her-mehndi-ceremony-ranveer-singh-hugs-gujarati-news-5981506-NOR.html?ref=ht

ઈટાલીમાં 14 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી વિધિથી લગ્ન થઈ ગયા છે. કોંકણી વિધિ પ્રમાણે, દીપિકા તથા રણવિરે ચાર ફેરા ફર્યાં હતાં. લગ્નવિધિ ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. ભારતીય સમય પ્રમાણે અઢી વાગે મહેમાનો યૉટથી Villa del Balbianelloમાં આવવાની શરૂઆત કરી હતી. દીપિકા લગ્ન સમયે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી. Villa del Balbianelloને આઠ હજાર સફેદ ગુલાબના ફૂલોથી સજાવવામાં આવ્યો છે.

લગ્ન સંપન્નઃ

ઈટાલીના લેક કોમોમાં આવેલા Villa del Balbianelloમાં ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગે લગ્નનાં મંત્રોચ્ચાર શરૂ થયા હતાં. મંત્રોચ્ચાર વિલાની બહાર સુધી સંભળાતા હતાં. કોંકણી વિધિમાં દીપિકા-રણવિર સાત નહીં ચાર ફેરા ફરશે. Villa del Balbianelloમાં ભારતીય લગ્ન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Villa del Balbianelloમાં મહેમાનો આવી ગયા છે. માનવામાં આવે છે કે 8-10 યૉટમાં 30-40 મહેમાનો આવ્યા છે. પહેલાં ચર્ચા હતી કે વાતાવરણ સારું ના હોવાથી લગ્ન કાસ્ટા ડિવા રિસોર્ટમાં જ કરવામાં આવશે. જોકે, સૂરજ ઉગતા જ લગ્ન 13મી સદીમાં બનાવવામાં આવેલા Villa del Balbianelloમાં જ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

મહેમાનોએ સવારે કર્યો નાસ્તો

દીપિકા-રણવિરના લગ્નમાં આવેલા મહેમાનોએ પંજાબી તથા ઈટાલિયન નાસ્તો કર્યો હતો.

સાંજે લગ્ન

દીપિકા તથા રણવિર સિંહ 14 નવેમ્બરના રોજ ભારતીય સમય પ્રમાણે, સાંજે 2.30થી 5.30 વાગે કોંકણી વિધિથી લગ્ન થશે. આ બંનેના લગ્ન લેક કોમોમાં આવેલા Villa del Balbianelloમાં થવાના છે. માનવામાં આવે છે કે રણવિર સિંહ સી-પ્લેનમાં બેસીને આવશે.

રણવિર સિંહની કઝિને શૅર કરી તસવીર

દીપિકાની બહેન અનિષાએ પોતાને છોકરીવાળા ગણાવીને ઈન્સ્ટા પર પોતાની નવી બાયો પોસ્ટ કરી છે. તો રણવિર સિંહની કઝિન સૌમ્યાએ પાર્ટીની એક તસવીર શૅર કરી છે. જોકે, રણવિર કે દીપિકાની મહેંદી-સંગીત અને સગાઈની એક પણ તસવીર સામે આવી નથી. રણવિરની કઝિન સૌમ્યા હાલમાં ઈટલીમાં છે અને તેને પોસ્ટ કરેલી તસવીર પાર્ટીની હોવાનું માનવામાં આવે છે.

આ રીતે સજાવવામાં આવ્યો મંડપ

લગ્ન મંડપને દીપિકાના ફેવરિટ ફૂલો લિલીથી સજાવવામાં આવ્યો છે. આઠ હજાર વ્હાઈટ ગુલાબોથી Villa del Balbianelloને ડેકોરેટ કરવામાં આવ્યો છે.

મહેંદી સેરેમનીમાં ઇમોશનલ થઇ દીપિકા

સોશિયલ મીડિયા પર એક ફેન પેજે એક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં બતાવવામાં આવ્યુ છે કે દીપિકા પોતાની મહેંદી સેરેમનીમાં ઇમોશનલ થઇ ગઇ હતી, તેની આંખમાં આંસુ હતા. તે સમયે રણવિર સિંહે તેને સાંત્વના આપી હતી. રણવિર તેની પાસે ગયો હતો અને પોતાની લેડી લવને ટાઇટ હગ આપ્યુ હતું. રણવિરે સુનિશ્ચિત કર્યુ કે દીપિકા ફરી સ્માઇલ કરે. મહત્વપૂર્ણ છે કે જ્યારે દીપિકા ઇમોશનલ થઇ ત્યારે તે સમયે શુભા મુદગલ ઠુમરી પર્ફોમ કરી રહી હતી.બન્નેની સંગીત અને મહેંદી સેરેમનીમાં મસ્તી અને ધમાલ મસ્તી થઇ હતી. પાર્ટીમાં રણવિર સિંહ ફુલ મૂડમાં હતો, તેને દીપિકા માટે ફિલ્મ ગુંડેનું સોન્ગ ‘તુને મારી એન્ટ્રી’ ગાયુ હતું. સંગીતમાં હાજર તમામ મહેમાનોએ ઇન્ડિયન આઉટફિટ પહેર્યાં હતાં. હિટ ડાન્સ નંબર્સ ‘મહેંદી હે રચને વાલી’ અને ‘કાલા શા કાલા’ની ધુન વેડિંગ વેન્યૂમાં ગુંજી રહી હતી.

રણવિરે સંગીત સેરેમનીમાં કર્યુ ફૂલ એન્જોય

રણવિર સિંહે સૌથી વધુ એન્જોય કર્યુ હતું જ્યારે દીપિકા મહેંદી લગાવવામાં વ્યસ્ત હતી. સંગીતમાં રોમેન્ટિક, ગઝલ, પંજાબી અને સૂફી ગાયન વગાડવામાં આવ્યા હતા. રણવીરે ઢોલ પર ડાન્સ કર્યો હતો. એક્ટરે સ્પેશ્યલ પરફોર્મન્સ પણ આપ્યુ હતું. સિંગર હર્ષદીપ કૌરે પોતાના કેટલાક હિટ ગાયન ગાયા હતા. જેમાં કબીરા, દિલબરો, મનમર્જિયા સામેલ હતા. આ સિવાય મહેંદી ની મહેંદી, કાલા શા કાલા, મહેંદી હે રચને વાલી, ગુડનાલ ઇશ્ક મિઠા જેવા ટ્રેક પણ વગાડવામાં આવ્યા હતા.

 news/ENT-GOS-IFTM-deepika-padukone-emotional-at-her-mehndi-ceremony-ranveer-singh-hugs-gujarati-news-5981506-NOR.html?ref=ht
news/ENT-GOS-IFTM-deepika-padukone-emotional-at-her-mehndi-ceremony-ranveer-singh-hugs-gujarati-news-5981506-NOR.html?ref=ht