કોચી ઍરપોર્ટ પણ પકડાયો માથાની વિગમાં ૧ કિલો સોનુ છુપાવીને ફરનારો સ્મગલર

0
15

હવે વિગ પહેરીને ફરવું એ કંઈ નવી વાત નથી, પણ જ્યારે તમે વિગનો વપરાશ કંઈક ખોટા કામ માટે કરતા હો તો એ તરત પકડાઈ જઈ શકે એમ છે એ યાદ રાખવું. તાજેતરમાં કેરલના કોચી ઍરપોર્ટ પર નૌશાદ નામના ભાઈ સોનાનું સ્મગલિંગ કરતા પકડાયા હતા. તેમણે પોતાની ટાલ અને વિગ વચ્ચે એક કિલો સોનુ છુપાવી રાખ્યું હતું. મૂળ મલાપ્પુરમનો રહેવાની નૌશાદ શનિવારે શારજાહથી ભારત આવ્યો હતો. તેણે માથા પર એક પોટલી જેવું બનાવીને ચિપકાવ્યું હતું અને એની પર નકલી વાળની વિગ ઠઠાવી દીધી હતી. જોકે તેના વાળ જોઈને કસ્ટમ અધિકારીને શંકા ગઈ. તેમણે માથા પર મેટલ ડિટેક્ટર ફેરવ્યું તો કોઈક ધાતુ માથામાં છુપાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. માથે હાથ ફેરવતાં જ નકલી વાળ નીકળી ગયા હતા અને સોનાની પોટલી સામે આવી ગઈ.