કોરોના કહેર : કેસોની સંખ્યા ૧૭ લાખથી ઉપર પહોંચી છે : ૫૦૦૦૦થી વધુ લોકો હજુ પણ ગંભીર હાલતમાં

0
28
The pope's Easter Sunday message was peppered with prayers for the ill and urged European solidarity to fight the pandemic
The pope's Easter Sunday message was peppered with prayers for the ill and urged European solidarity to fight the pandemic
Virus mutes Easter celebrations as Europe’s death toll tops 75,000

ચીનમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઇ હોવાના અહેવાલ : એક સાથે ૧૦૦ કેસો સપાટીએ આવતા ચિંતા
નવી દિલ્હી,તા. ૧૨
કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. ૨૧૦થી વધુ દેશોમાં નવા દસ હજારથી વધારે કેસોની સાથે વિશ્વમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૭ લાખ કરતા પણ વધારે પહોંચી ગઇ છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા આજે વધીને ૧૭૯૦૨૩૮ થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૧૦૯૬૫૪ થઇ ગયો છે. સ્થિતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આ બાબતતી જ લગાવી શકાય છે કે હજુ પણ ૫૦૫૪૯ લોકો ગંભીર હાલતમાં છે. આવી સ્થિતીમાં મોતનો આંકડો ખુબ વધે તેવા સંકેત છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. અમેરિકા સ્પેન, જર્મની, ઇટાલીમાં હાલત ખરાબ થયેલી છે. દુનિયાના દેશો તેની સામે લડી રહ્યા છે પરંતુ કોરોનાના કારણે કેસો અને મોતના આંકડા પર અંકુશ મુકવામાં સફળતા મળી રહી નથી. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. કોરોના વાયરસનો આ આંકડો દરિયામાં પાણીની એક બુંદ સમાન છે. કારણ કે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં ખુબ વધારે છે. રિકવર પણ મોટી સંખ્યામાં લોકો થઇ રહ્યા છે. જા કે સ્થિતીને સામાન્ય બનાવી દેવા માટેના પ્રયાસો યુદ્ધના સ્તર પર તમામ દેશો કરી રહ્યા હોવા છતાં સ્થિતી સુધારો થઇ રહ્યો નથી. કોરોનાના કારણે સ્થિતી ક્યારેય સુધરશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે. સ્પેન અને ફ્રાન્સ પણ તમામ પ્રયાસો કરી રહ્યા છે. જા કે સફળતા મળી રહી નથી. સ્પેન, અમેરિકા, ઇટાલી સહિતના દેશો વધારે અસરગ્રસ્ત થયા છે. તેમના પગલા પણ હવે અપુરતા સાબિત થઇ રહ્યા છે. કોરોના કહેર હજુ જારી રહી શકે છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હળવી કરવામાં આવી રહી છે. યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી સ્થિતીમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે.વિશ્વના તમામ દેશોમાં દરરોજ કેસોની સંખ્યામા ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે.ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. ચીનમાં એક સાથે ૧૦૦ નવા કેસો સપાટી ઉપર આવતા ચીનમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ હોવની શંકા પ્રબળ બની છે.
ચીનમાં ફરીવાર કેસોનો ભડકો : વિશ્વભરમાં કોરોના…..
કોરોના વાયરસનો હાહાકાર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે. કોરોનાના કારણે દુનિયામાં સ્થિતી નીચે મુજબ છે
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૭૯૦૨૩૮
વિશ્વના કુલ દેશોમાં મોત ૧૦૯૬૫૪
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૪૦૯૪૪૪
ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૫૦૫૪૯
માઇલ્ડ કેસોની સંખ્યા ૬૦૫૭૧૧
એક્ટિવ કેસોની સંખ્યા ૧૨૭૧૧૪૦

અમેરિકા, સ્પેન, ઇટાલી સૌથી વધુ અસરગ્રસ્ત : કોરોનાથી હાહાકાર….!
કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. ૨૧૦થી વધુ દેશોમાં નવા દસ હજારથી વધારે કેસોની સાથે વિશ્વમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૭ લાખ કરતા પણ વધારે પહોંચી ગઇ છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા આજે વધીને ૧૭૯૦૨૩૮ થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૧૦૯૬૫૪ થઇ ગયો છે. સ્થિતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આ બાબતતી જ લગાવી શકાય છે કે હજુ પણ ૫૦૫૪૯ લોકો ગંભીર હાલતમાં છે. આવી સ્થિતીમાં મોતનો આંકડો ખુબ વધે તેવા સંકેત છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.કોરોના આંતક નીચે મુજબ છે.
દેશ કુલ કેસ નવા કેસ મોતનો આંકડો
અમેરિકા ૫૩૩૧૧૫ ૩૦૨૩૯ ૨૦૫૮૦
સ્પેન ૧૬૬૦૯૦ ૨૯૯૨ ૧૬૯૭૨
ઇટાલી ૧૫૨૨૭૧ – ૧૯૪૬૮
ફ્રાંસ ૧૨૯૬૫૪ – ૧૩૮૩૨
જર્મની ૧૨૫૪૫૨ – ૨૮૭૧
ચીન ૮૨૦૫૨ ૧૦૦ ૩૩૩૯
યુકે ૭૮૯૭૧ – ૯૮૭૫
ઈરાન ૭૦૦૨૯ – ૪૩૫૭
તુર્કી ૫૨૧૬૭ – ૧૧૦૯
બેલ્જિયમ ૨૯૬૪૭ ૧૬૨૯ ૩૬૦૦
સ્વિસ ૨૫૩૦૦ ૧૯૩ ૧૦૩૬
નેધરલેન્ડ ૨૪૪૧૩ – ૨૬૪૩
કેનેડા ૨૩૩૧૮ – ૬૫૩
બ્રાઝિલ ૨૦૯૬૪ – ૧૧૪૧
પોર્ટુગલ ૧૫૯૮૭ – ૪૭૦
રશિયા ૧૫૭૭૦ ૨૧૮૬ ૧૩૦
ઓસ્ટ્રિયા ૧૩૯૪૫ ૧૩૯ ૩૫૦
ઇઝરાયેલ ૧૦૮૭૮ ૧૩૫ ૧૦૩
દક્ષિણ કોરિયા ૧૦૫૧૨ ૩૨ ૨૧૪
સ્વિડન ૧૦૧૫૧ – ૮૮૭
આયર્લેન્ડ ૮૯૨૮ – ૩૨૦
ભારત ૮૬૦૦ ૫૮ ૨૮૯