કોરોના વેક્સિનની તૈયારી અંતિમ તબક્કામાં: મોદી

0
3
તબીબી શિક્ષણ ક્ષેત્રે
તબીબી શિક્ષણ ક્ષેત્રે "મિશન મોડમાં કાર્ય થઇ રહ્યું છે. તેમ જણાવી વડા પ્રધાને પ્રત્યેક રાજયમાં એક એઇમ્સ અને ત્રણ લોકસભા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી.

અમદાવાદ: ‘દવા પણ, કડકાઈ પણ.’ એવો નવો મંત્ર આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, કોરોના વેક્સિન માટેની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે નિર્માણ થનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ એઇમ્સના શિલારોપણ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે, જેના કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે. આ તકે ભારતમાં ૧ કરોડ લોકો આ બીમારી સામે લડી – જીતી ચૂક્યા છે. દુનિયાના દેશો કરતા ભારતનો રેકોર્ડ બહુ જ સારો છે. ૨૦૨૦માં સંક્રમણની નિરાશા હતી. ચારો તરફ પ્રશ્નોના નિશાન આ વર્ષની ઓળખાણ બની ગઈ છે. ૨૦૨૧નું વર્ષ ઇલાજની આશા લઇને આવી રહ્યું છે. ભારતમાં વેક્સિનની તૈયારી ચાલી રહી છે. વેક્સિન દરેક ઘર સુધી પહોંચશે. તે માટેની કોશિશ અંતિમ ચરણમાં છે. મને વિશ્ર્વાસ છે કે, વિતેલા વર્ષમાં સંક્રમણ અટકાવવા આપણે પ્રયાસ કર્યા છે. રસીકરણ સાથે પણ પૂરો દેશ આગળ વધશે.

વડા પ્રધાને ૨૦૨૦નું વર્ષ હેલ્થ ચેલેન્જિસનું વર્ષ ગણાવતાં કહ્યું હતું, કે ગત વર્ષના પડકારો સામે ૨૦૨૧નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે. આરોગ્ય ક્ષેત્રે નક્કર કામગીરી દ્વારા આજે ભારત “ફયુચર ઓફ હેલ્થ અને હેલ્થ ઓફ ફયુચર બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહ્યું છે. મોદીએ કોરોના યોદ્ધાઓના સમર્પણને બિરદાવતાં કહ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં દેશની જનતાએ એક થઇને કોરોના સામે આપેલી લડતના પરિણામે આપણે કોરોના સામે મજબૂત બની લડી શક્યા છીએ. આ સમયમાં એક કરોડથી વધુ કોરોના સંક્રમિતોની સફળ સારવાર દ્વારા ભારતે સમગ્ર વિશ્ર્વને બતાવી દીધું છે કે આરોગ્ય ક્ષેત્રમાં દેશનું સ્થાન વિશ્ર્વ અગ્રિમ હરોળનું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એવા સાથીયો, વૈજ્ઞાનિકો કર્મચારીઓને પણ વારંવાર યાદ કરું છું. જે કોરોનાને લઈને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં જોડાયેલા છે. આજનો દિવસ એવા લોકોની પ્રશંસા કરવાનો છે કે જેઓએ ગરીબ લોક સુધી સુવિધાઓ પહોંચાડવાનું કામ કર્યું છે. સમાજની સંગઠિત તાકાત, તેની સંવેદનશીલતાનું આ પરિણામ છે કે ગરીબને પણ કોઈએ રાતે ભૂખ્યા નથી સુવડાવ્યા. મુશ્કેલભર્યા વર્ષે એ દેખાડ્યું છે કે, એકતાથી મોટી મોટી મુશ્કેલીઓ પણ હલ થઈ શકે છે.