કોલકાતામાં મમતાના હાઇવોલ્ટેજ ધરણા ડ્રામાનો અંત

0
68
West Bengal Chief Minister Mamata Banerjee called off her three-day long 'sit-in protest'on Tuesday over the Central Bureau of Investigation's attempt to question Kolkata Police Commissioner Rajeev Kumar in connection with a ponzi scheme scam. The Supreme Court on Tuesday asked Kumar to appear before the CBI and also directed the probe agency not to take any coercive action against him, including arrest.

Mamata Banerjee ends 3-day long ‘dharna’, calls it ‘victory of democracy’

ચંદ્રબાબુની હાજરીમાં મમતાએ ધરણા સમેટી લીધા, કહ્યું – મોદી રાજીનામું આપી ગુજરાત જાય : સુપ્રીમ કોર્ટના નિર્દેશને મમતાએ પોતાની જીત અને ભાજપે સીબીઆઇની જીત ગણાવી
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની હાજરીમાં ધરણા ખતમ કર્યા હતા. તેઓ કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમાર પર સીબીઆઇની કાર્યવાહી વિરૂદ્ધ રવિવાર રાતથી ધરણા પર બેઠાં હતા. આ પહેલાં મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇની સામે રજૂ કરવાના આદેશ આપ્યા હતા. કુમારને શિલોન્ગ સ્થિત સીબીઆઇ ઓફિસમાં હાજર થવું પડશે.
ચંદ્રબાબુ નાયડૂ મંગળવારે મમતા સાથે મુલાકાત કરવા ઘટનાસ્થળ પર પહોંચ્યા. અહીં મમતાએ કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યની એન્જસીઓ સહિત તમામ તપાસ એજન્સીઓ પર નિયંત્રણ રાખવા ઇચ્છે છે. મોદીએ રાજીનામું આપીને ગુજરાત પરત જવું જોઇએ. આ એક વ્યક્તિ અને એક પાર્ટીની સરકાર છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં ભાજપા સરકાર વિરુદ્ધ મમતા બેનરજીની લડતમાં કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી સહિત અન્ય રાજકીય દળોનું સમર્થન મળ્યું હતું. સોમવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને ડીએમકે નેતા કનિમોઇ કોલકાતા પહોંચ્યા હતા અને મમતાના ધરણાંમાં સામેલ થયા હતા. બીજી તરફ CBI બનામ મમતા સરકાર મામલે CBIની બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા નિર્ણય આપ્યો હતો કે, પોલીસ કમિશનરની ધરપકડ નહી કરાય, પરંતુ સીપી રાજીવ કુમારે CBI સામે હાજર થવુ પડશે.  સોમવારે CBI તરફથી રજૂ કરાયેલ સોલિસિટર જનરલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, શારદા ચિટફંડ કૌભાંડ મામલામાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર પૂરાવાઓ સાથે છેડછાડ કરી રહ્યા છે.