ક્યૂંકિ, સાસ ભી કભી બહુ થી…ની સેકન્ડ સીઝનની છાનાખૂણે તૈયારી થઈ રહી છે

0
24

એક, બે કે ચાર નહીં પણ આખી સ્ટારકાસ્ટને અઢળક ફાયદો કરાવી દેનારી અને ઇન્ડિયન ટેલીવિઝનને એક નવા આયામ પર લઈ જનારી સિરીયલ ‘ક્યૂંકી, સાસ ભી કભી બહુ થી…’એ એક્તા કપૂરને પણ ટીવી ઇન્ડસ્ટ્રીમાં લેજન્ડનું સ્થાન અપાવી દીધું છે. ઐતિહાસિક બની ગયેલી આ સિરિયલની સેકન્ડ સીઝન માટે એક્તા કપૂર ઘણાં લાંબા સમયથી વિચારી રહી છે અને એ માટે કામ પણ છેલ્લા એક મહિનાથી શરૂ થયું છે. એ સાચું છે કે હજુ તો વાર્તાથી માંડીને એ જ પાત્રો સાથે કેવી રીતે આગળ વધવું એના વિશે ચર્ચા ચાલી રહી છે પણ એટલું નક્કી છે કે એક્તા ઈચ્છે છે કે ‘ક્યૂંકી, સાસ ભી કભી બહુ થી…’ની સેકન્ડ સીઝન માટે સીરિયસ છે.

એક્તાએ આ અગાઉ એની પહેલી સીરિયલ ‘હમ પાંચ’ની પણ સેકન્ડ સીઝન કરી હતી, જેને પહેલી સીઝન જેવો રીસ્પોન્સ નહોતો મળ્યો. જોકે એ એક જ સીરિયલ એવી છે જેમાં એક્તાની ગણતરીઓ ઊંધી પડી પણ બાકી બધી સીરિયલની આગળની સીઝનમાં એક્તાને ધાર્યુ પરિણામ મળ્યું છે.