ક્રિકેટ બોર્ડમાં આજથી ચાલશે દાદાગીરી

0
22

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ પદે આજે સૌરવ ગાંગુલીનું નામ સત્તાવાર જાહેર કરાશે અને આ જાહેરાત સાથે તેઓ ૧૦ મહિના સુધી ભારતીય ક્રિકેટ બોર્ડના કર્તાહર્તાનો ભાર સંભા‍ળશે.
દાદાએ આ પદ માટે પોતાનું નામાંકન ભરવા ટાણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને ટેકો આપવાની વાતને પહેલાં પ્રાધાન્ય આપવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી વહીવટી સમિતિના કાર્યકાળનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. ગાંગુલીના નામની જાહેરાત થતાં તે આવતી કાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમના સિલેક્ટરોને અને કૅપ્ટન વિરાટ કોહલીને મળશે જેમાં ભૂતપૂ‍ર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કરીઅર અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિકેટ બોર્ડમાં હવે દાદાનું કેટલું ચાલે એ હવે જોવા જેવું રહેશે.