‘ખાનદાની શફાખાના’

0
13

સેક્સ. એક એવો વિષય જેવા પર લોકો વાત કરવાનું પણ ટાળે છે.

આ વિષયની આસપાસ ફરતી ફિલ્મો ‘વિકી ડોનર’ અને

‘શુભ મંગલ સાવધાન’ને ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી અને એને દર્શકોએ પસંદ પણ કરી હતી. આ જ વિષયની આસપાસ ફરતી સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ ગઈ કાલે રિલીઝ થઈ છે. કોઈ વ્યક્તિને સેક્સ્યુઅલ બીમારી હોવા છતાં તે એ વિશે લોકો સાથે વાત કરવાનું ટાળે છે. આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ‘ખાનદાની શફાખાના’ બનાવવામાં આવી છે. આ ફિલ્મનો નવોદિત ડિરેક્ટર શિલ્પી દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે.

સોનાક્ષીએ ફિલ્મમાં પંજાબી છોકરી બેબી બેદીનું પાત્ર ભજવ્યું છે. તેના માથા પર મમ્મી એટેલે કે નાદીરા ઝહીર બબ્બર અને ભાઈ ભૂષિત બેદી એટલે કે વરુણ શર્માની જવાબદારી હોય છે. બેબી બેદી એક મેડિકલ સેલ્સ રેપ્રેઝન્ટેટિવનું પાત્ર ભજવતી હોય છે. બહેનનાં લગ્ન માટે સોનાક્ષીએ તેના ચાચા પાસે મોટી રકમ ઉધાર લીધી હોય છે. આ રકમ ન ચૂકવી શકવાને કારણે ચાચા તેમનું ઘર પચાવી પાડવાની ફિરાકમાં હોય છે.

સોનાક્ષી પર ફૅમિલી પ્રેશર હોય છે અને એ જ અરસામાં તેના મામા એટલે કે મામાજીનું પાત્ર ભજવતા કુલભૂષણ ખરબંદાનું મૃત્યુ થાય છે. મામાજી સેક્સ ક્લિનિક ‘ખાનદાની શફાખાના’ ચલાવતા હોય છે, જેમાં તેઓ યુનાની મેડિસિનની મદદથી લોકોનો ઇલાજ કરે છે. સેક્સ વિશે ખુલેઆમ વાત કરવા અને આ દવાખાનું ચલાવવા માટે તેમને સમાજમાંથી બૉયકૉટ કરવામાં આવે છે.

તેમના મૃત્યુ બાદ તેઓ વસિયતનામામાં લખી જાય છે કે તેમનું ‘ખાનદાની શફાખાના’ અને તમામ મિલકત બેબી બેદીના નામ પર કરવામાં આવે છે.

જોકે સાથે એક શરત મૂકે છે કે બેબીએ તેમના તમામ ગ્રાહકને છ મહિના સુધી દવા પૂરી પાડવાની રહેશે અને દવાખાનાને સફળતાથી ચલાવવાનું રહેશે. જો તે આ કાર્યમાં નિષ્ફળ રહી તો તમામ મિલકત યુનાની મેડિકલ યુનિવર્સિટીના નામે કરી દેવામાં આવે. તેના ઘરને બચાવવા માટે બેબી આ ચૅલેન્જને સ્વીકારે છે અને ‘ખાનદાની શફાખાના’ને ચલાવવાનું નક્કી કરે છે.