ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરાશે: વિજય રૂપાણી

0
29
જાન હૈ તો જહાન હૈના મંત્રને આપણે સુપેરે નિભાવ્યો છે તેમ જણાવ્યું હતું. છેલ્લા પાંચ મહિનામાં રર હજાર કરોડના વિકાસના કાર્યો કર્યા છે. આપણે દશેય દિશામાં વિકાસને આગળ ધપાવ્યો છે એવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
જાન હૈ તો જહાન હૈના મંત્રને આપણે સુપેરે નિભાવ્યો છે તેમ જણાવ્યું હતું. છેલ્લા પાંચ મહિનામાં રર હજાર કરોડના વિકાસના કાર્યો કર્યા છે. આપણે દશેય દિશામાં વિકાસને આગળ ધપાવ્યો છે એવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

અમદાવાદ: ગુજરાતમાં દિવસે વીજળી આપી ‘દિવસે કામ રાત્રે વિશ્રામ’ની નેમ આ યોજના સાકાર કરશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં પ્રથમ ચરણનો અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહેશે અને રાજયના ૩૩ જિલ્લાઓમાં તબક્કાવાર આ યોજના લાગુ કરવામાં આવશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ શુભારંભ કરવામાં આવશે એવું જણાવીને મુખ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા ખેડૂતોને રાત્રે ખેતરમાં પિયત કરવા જતા જીવજંતુ કરડવાનો ભય રહેતો હતો.

હવે ખેડૂતોને ૮ કલાક દિવસે વીજપુરવઠો મળશે જેથી ખેડૂતોને સુરક્ષા મળી રહેશે તો વળી અગાઉના સમયમાં લંગડી વીજળી મળતી હતી તેમાંથી પણ મુક્તિ મળશે.

ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહેશે અને રાજયના ૩૩ જિલ્લાઓમાં તબક્કાવાર આ યોજના લાગુ કરવામાં આવશે,

રૂપાણીએ જણાવ્યું હતું કે, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, અગાઉની સરકારો ખાતમુહૂર્ત કરી પથ્થરો મુકતા તે કયારે પૂર્ણ થાય તે નક્કી નહોતું આજે એવું નથી

અમે જે કહિએ છીએ તે કરીએ છીએ અને રાજયના બજેટમાં અમે પૂરતાં નાણાં ફાળવીને ટેન્ડર કર્યા પછી જ કામનું ખાતમુહૂર્ત કરીએ છીએ. રાજયમાં કોરોનાનો હવે રીકવરી રેટ વધ્યો છે અને મૃત્યુદર પણ ઓછો થયો છે.