ખેડૂત રેલી દરમિયાન હિંસા મામલે 22 FIR દાખલ થઈ

0
25
દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટીકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા
દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટીકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા

દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે મંગળવારે ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની. આ હિંસામાં 300 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.

દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હિંસા મામલે 22 એફઆઈઆર દાખલ થઈ છે. સિંધુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. તો આ તરફ મેટ્રો મેનેજમેન્ટે આજે ફરી લાલકિલ્લા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધું છે, સાથે જ જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવ્યા છે.ખેડૂતોએ મંગળવારે પોતાની ટ્રેક્ટર પરેડ નક્કી કરેલા સમય પહેલાં જ શરૂ કરી દીધી હતી. પોલીસે પરેડ માટે મંગળવારે બપોરે 12થી સાંજે 5 વાગ્યાનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટીકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો સવારે 8.30 વાગ્યે જ આ એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં બળજબરી ઘૂસી ગયા અને પોતાની પરેડ શરૂ કરી દીધી. દિવસભર ચાલેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.