ગઢડા મંદિરમાં સત્તાનો દુરુઉપયોગ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ

0
5
વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજએ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી માગણી કરી
વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજએ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી માગણી કરી

ભાવનગર: ગઢડાના ગોપીનાથજી મંદિરમાં પોલીસ અધિકારી નકુમએે સત્તાનો દુરઉપયોગ કરી મંદિરના ચેરમેનને મારમારી કાંઠલો પકડી ખુરશીમાંથી ઉઠાડી દેવાનું નિંદનીય વર્તન કરેલ હોય જેથી તેઓને સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરવા વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજએ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી માગણી કરી છે.વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજના સત્સંગીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા.૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ ગઢડાના ગોપીનાથ દેવ મંદિરમાં ડીવાયએસપી નકુમ દ્વારા હોદ્દા અને સત્તાનો દુરૂપયોગ કરીને મંદિરના ચેરમેનનો કાંઠલો પકડી મારમારી ગેરકાયદેસર રીતે ખુરશીમાંથી ઉઠાડીને ગુનાહિત કાર્ય કર્યું છે. પોલીસ અધિકારીના આવા કૃત્યથી સમગ્ર સત્સંગ સમાજના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. જેથી પોતાની સત્તાનો દુરઉપયોગ કરનારા પોલીસ અધિકારી નકુમ સહિતના તમામ જવાબદાર લોકો સામે કાયદા મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ સત્સંગીઓની લાગણી અને માગણી છે.