ગાંધીજીની પ્રતિમાના ધોવાણને લઇ લોકોમાં જારદાર આક્રોશ

0
10
ઈન્કમટેક્ષની નીચે ગાંધીજીની પ્રતિમા પર ધધૂડો પડવાનો મામલે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં હોબાળો અમદાવાદ, તા.૨૩ અમદાવાદ શહેરમાં નવા બનેલા ઈન્કમટેક્ષ બ્રીજની નીચે આવેલી ગાંધીજીની પ્રતિમા પર પાણીનો ધધૂડો પડતા અમદાવાદીઓ ખાસ કરીને ગાંધી પ્રેમી જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. આ સમગ્ર પ્રકરણમાં અમ્યુકો તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર આ અંગેનો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં તંત્રની બેદરકારી સામે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો હતો કારણ કે, બાપુની વર્ષો જૂની પ્રતિમાના આવા હાલને લઇ લોકોની લાગણી દુભાઇ હતી. વિવાદ વકરતાં આજે કોર્પોરેશન ઘોડા વછૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યું હતું. કોર્પોરેશને આજે ફલાય ઓવરના વરસાદી પાઈપનું રિપરિંગ કામ શરૂ કર્યું છે. પરંતુ પીએમ મોદીના પ્રિય બાપુની પ્રતિમાનું ધોવાણ થયું હોવાછતાં ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉંઘતું ઝડપાયુ છે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ધરણાં કરનારી ગુજરાત કોંગ્રેસ મહાત્મા ગાંધીને ભૂલી ગઈ હોય એવું ચિત્ર સામે આવ્યું હતું. બંને રાજકીય પક્ષોની ચૂપકીદીને લઇને પણ નગરજનોએ ભારે નારાજગી વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તા. ૩ જુલાઈ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈન્કમટેક્ષ બ્રીજનું ઉદઘાટન કર્યા બાદ માત્ર ૧૯ દિવસમાં જ બ્રીજના એન્જિનિયરિંગ કામની ક્ષતિઓ છતી થઈ છે. ૨૦૧૪માં પીએમ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સૌથી પહેલા તેમણે તા.૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને અમલમાં મુકી દેશભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી અમદાવાદમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલા સાબરમતી આશ્રમને પણ ભારતના રાજનીતિમાં આગળની હરોળમાં લાવ્યા. તેમની હાજરીમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ, ઇઝરાયેલનાં રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતાન્યાહુથી લઈને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેએ મહાત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ત્યારબાદ ૨૦૧૮માં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી સ્મારકનું ઉદઘાટન કર્યું હતું. આ જ શાળામાં મહાત્મા ગાંધીએ ૧૮૮૭માં તેમની મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. તેમજ તાજેતરના બજેટમાં ગાંધીપેડીયાની પણ જાહેરાત કરી છે. આમ, સતત ગાંધી વિચારોની વાતો કરતા પીએમ મોદીના ગુજરાતમાં જ ગાંધીજીની પ્રતિમા પર વરસાદી પાણીનો ધધૂડો પડતા લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. એક રીતે કહીએ કે, નઘરોળ અને બેદરકાર તંત્રએ ગાંધીજીના વિચારોનું જાણે ધોવાણ કરી દીધું છે. પ્રિયંકા ગાંધી માટે રસ્તા પર ઉતરેલી કોંગ્રેસ મહાત્મા ગાંધીના અપમાન પર ચૂપ તો બીજી તરફ ગાંધીજીને પોતાના ગણાવી રહેલી ગુજરાત કોંગ્રેસ તો આ મામલે સંવેદનહીન સાબિત થઈ રહી છે. જેને લઇને પણ નાગરિકોમાં આક્રોશની લાગણી જાવા મળી છે.

ઈન્કમટેક્ષની નીચે ગાંધીજીની પ્રતિમા પર ધધૂડો પડવાનો મામલે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં હોબાળો

અમદાવાદ, તા.૨૩
અમદાવાદ શહેરમાં નવા બનેલા ઈન્કમટેક્ષ બ્રીજની નીચે આવેલી ગાંધીજીની પ્રતિમા પર પાણીનો ધધૂડો પડતા અમદાવાદીઓ ખાસ કરીને ગાંધી પ્રેમી જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. આ સમગ્ર પ્રકરણમાં અમ્યુકો તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર આ અંગેનો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં તંત્રની બેદરકારી સામે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો હતો કારણ કે, બાપુની વર્ષો જૂની પ્રતિમાના આવા હાલને લઇ લોકોની લાગણી દુભાઇ હતી. વિવાદ વકરતાં આજે કોર્પોરેશન ઘોડા વછૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યું હતું. કોર્પોરેશને આજે ફલાય ઓવરના વરસાદી પાઈપનું રિપરિંગ કામ શરૂ કર્યું છે. પરંતુ પીએમ મોદીના પ્રિય બાપુની પ્રતિમાનું ધોવાણ થયું હોવાછતાં ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉંઘતું ઝડપાયુ છે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ધરણાં કરનારી ગુજરાત કોંગ્રેસ મહાત્મા ગાંધીને ભૂલી ગઈ હોય એવું ચિત્ર સામે આવ્યું હતું. બંને રાજકીય પક્ષોની ચૂપકીદીને લઇને પણ નગરજનોએ ભારે નારાજગી વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તા. ૩ જુલાઈ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈન્કમટેક્ષ બ્રીજનું ઉદઘાટન કર્યા બાદ માત્ર ૧૯ દિવસમાં જ બ્રીજના એન્જિનિયરિંગ કામની ક્ષતિઓ છતી થઈ છે. ૨૦૧૪માં પીએમ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સૌથી પહેલા તેમણે તા.૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને અમલમાં મુકી દેશભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી અમદાવાદમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલા સાબરમતી આશ્રમને પણ ભારતના રાજનીતિમાં આગળની હરોળમાં લાવ્યા. તેમની હાજરીમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ, ઇઝરાયેલનાં રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતાન્યાહુથી લઈને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેએ મહાત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ત્યારબાદ ૨૦૧૮માં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી સ્મારકનું ઉદઘાટન કર્યું હતું. આ જ શાળામાં મહાત્મા ગાંધીએ ૧૮૮૭માં તેમની મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. તેમજ તાજેતરના બજેટમાં ગાંધીપેડીયાની પણ જાહેરાત કરી છે. આમ, સતત ગાંધી વિચારોની વાતો કરતા પીએમ મોદીના ગુજરાતમાં જ ગાંધીજીની પ્રતિમા પર વરસાદી પાણીનો ધધૂડો પડતા લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. એક રીતે કહીએ કે, નઘરોળ અને બેદરકાર તંત્રએ ગાંધીજીના વિચારોનું જાણે ધોવાણ કરી દીધું છે. પ્રિયંકા ગાંધી માટે રસ્તા પર ઉતરેલી કોંગ્રેસ મહાત્મા ગાંધીના અપમાન પર ચૂપ તો બીજી તરફ ગાંધીજીને પોતાના ગણાવી રહેલી ગુજરાત કોંગ્રેસ તો આ મામલે સંવેદનહીન સાબિત થઈ રહી છે. જેને લઇને પણ નાગરિકોમાં આક્રોશની લાગણી જાવા મળી છે.