ગાંધીનગરમાં પણ રોડ પર ખાડાઓનું રાજ છે, મેયર પણ કોન્ટ્રાક્ટરોથી થાક્યાં

0
9

ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરીથી કંટાળેલા મેયરે માર્ગ મકાન વિભાગનું શરણું પકડવુ પડી રહ્યુ છે. 15 કરોડને ખર્ચે મનપાએ રોડ રસ્તા રિસરફેસ કરાવવા પડ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટર છાકટા થઈને પોતાની જવાબદારીમાંથી પલ્લુ ઝાટકી દે છે.

  • ગાંધીનગરના રસ્તાઓને લઈને મેયરે લખ્યો પત્ર
  • કોન્ટ્રાક્ટરો 3 વર્ષની જવાબદારી નથી નિભાવતાઃ મેયર
  • મનપાએ 15 કરોડની ગ્રાન્ટ આપીને રોડ રસ્તા સરખા કરાવ્યા

ગાંધીનગરમાં રોડ રસ્તાનું રિસરફેસિંગ કરવા માટે રોડ કોન્ટ્રાક્ટરોની જવાબદારી છતાં તેઓ જવાબદારી નથી લેતા આ અંગે ગાંધીનગરના મેયરે કંટાળીને માર્ગ અને મકાન વિભાગને પત્ર લખતા તંત્રમાં ખળભળાટ થઈ ગયો છે. કોન્ટ્રાક્ટરોની દાદાગીરીથી કંટાળીને મેયરે તંત્રને શરણે જવુ પડ્યુ હતું.

શહેરના રસ્તાઓ મુદ્દે માર્ગ મકાન વિભાગને મેયરે પત્ર લખ્યોછે. કોન્ટ્રાક્ટરોની આડોડાઈ સામે મેયરે માર્ગ મકાન વિભાગને પગલા લેવા માટે માંગ કરી છે.મેયરે રજૂઆત કરી છે કે, એકવાર ટેન્ડર પાસ થઈ જાય અને કોન્ટ્રાક્ટર રોડ બનાવી દે પથી 3 વર્ષ સુધીનું રસ્તાની મરમ્મતનું કામ કોન્ટ્રાક્ટરનું હોય છે પણ ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટર આ રીતે કોઈ રસ્તા કે રોડનું રીસરફેસિંગ કે બ્યુટીફિકેશન કરતા નથી. ત્યારે કોન્ટ્રાક્ટરો પાસેથી કામ લેવા માર્ગ મકાન વિભાગને પત્ર લખ્યો છે.

શું કહે છે મેયર

શહેરના સેક્ટરોના રસ્તાઓની રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે. જે માટે મહાનગરપાલિકા દ્વારા 15 કરોડથી વધુની રકમનું અનુદાન અપાયું છે. ડિફેક્ટ લાયબિટીની જોગવાઈ અનુસાર ત્રણ વર્ષ સુધી રોડ રસ્તાની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની જવાબદારી નિભાવતા નથી. જે મામલે કાર્યવાહી કરવા માટે રીટા પટેલે માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો છે.