ગીર સોમનાથઃ ધોળા દિવસે પોલીસ કર્મીને કચડવાનો પ્રયાસ,

0
195
gujarat-news/saurasthra-kutch/car-drives-crushed-bike-in-gir-somnath-./
gujarat-news/saurasthra-kutch/car-drives-crushed-bike-in-gir-somnath-./

ઘટના CCTVમાં કેદગીર સોમનાથ જિલ્લામાં એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ધોળા દિવસે બાઈક પર સવાર પોલીસ કર્મી પર કાર ચઢાવીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતાની માહોલ સર્જાયો છે. તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતીવીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટાટા સુમો કાર પૂરપાટ ઝડપે જઈ રહી છે અને ચાર રસ્તા પર અચાનક રોકાઈ જાય છે. આ દરમિયાન પાછળથી ત્રણ બાઈક સવારો ત્યાં પહોંચે છે તેઓ કાઈને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરે છે. આ વચ્ચે કારનો ડ્રાઈવર ગાડીને રિવર્સ કરે છે અને બાઈકને અડફેટે લે છે.આ ટક્કરમાં બાઈક પર સવાર ત્રણેય લોકોને ચમત્કારિક બચાવ થાય છે, પરંતુ તેમની બાઈક નીચે પડી જાય છે. આ બાદ ત્રણેય બાઈકને પાછી લેવા જાય છે, ત્યારે પણ કારનો ડ્રાઈવર ગાડીને બાઈક પર ચઢાવી દે છે, અને બાદમાં કારને રિવર્સ કરીને ફરીથી કચડવાનો પ્રયાસ કરે છે. જોકે બાઈક સવાર ત્રણેય શખસ ડરના માર્યા દુકાનમાં ઘુસી જાય છે, બાદમાં કાર ચાલક ત્યાંથી ભાગી નીકળે છેજાણકારી મુજબ હિતેશ પાંડે નામનો પોલીસ કોન્સ્ટેબલ બાઈક પર સવાર થઈને સમન્સ આપવા જઈ રહ્યો હતો. તે સમયે આરોપી રસ્તાની વચ્ચે જ કારને ઊભી રાખે છે. જ્યારે કોન્સ્ટેબલે તેને આ મામલે ઠપકો આપ્યો તો આવેશમાં આવીને આરોપીએ તેના પર કાર ચઢાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો આરોપી પણ રિટાયર્ડ પોલીસ કર્મીનો દીકરો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ આદરી છે.