ગુજરાતમાં દશેરાએ ફાફડા જલેબીના ભાવમાં ૨૦ ટકાનો વધારો , કરોડોનો વેપાર થશે

0
10

ગુજરાતમાં નવ દિવસ ગરબા રમ્યા બાદ દશેરાએ ફાફડા-જલેબી ખાવાની પરંપરા જોવા મળે છે. જેમાં મોડી રાતથી વિજયાદશમીની ઉજવણીનો પ્રારંભ ફાફડા-જલેબી ખાઇને કરશે. જોકે આ વર્ષ આ સ્વાદનો ચટકો થોડો મોંધો પડશે કેમકે ફાફડા અને જલેબીના ભાવમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. નાના-મોટા સૌ ફાફડા-જલેબી ખાઇ વિજયાદશમી ઉજવે છે.

ગત વર્ષે જે ફાફડા રૂપિયા ૪૫૦ પ્રતિ કિલોએ વેંચાતા હતા તે ફાફડાના ભાવમાં રૂપિયા ૧૫૦ નો વધારો થયો છે. જ્યારે જલેબીના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષે જલેબી ૫૫૦ રૂપિયાથી પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. જયારે આ વર્ષે જીએસટીના કારણે ફાફડા અને જલેબીમાં ભાવ વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જોકે આ દશેરાએ નવરાત્રી પહેલા મળતાં ફાફડા જલેબીના ભાવમાં દશેરાના દિવસે વધારો જોવા મળ્યો છે. અંગે વેપારીઓ જણાવે છે કેફાફડા જલેબી બનાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતાં આ ભાવ વધારો કરવાની ફરજ પડી છે. રાજયમાં અનેક શહેરોમાં જુદી જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામા મંડપ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ફરસાણ એશોશીએશનનુ માનીએતો શહેરમા એશોશીએશનમા નોધાયેલી ફરસાણની ૫૦૦ દુકોનો તો મોટા પાયે વેચાણ કરે છે.

આ ઉપરાંત શહેરમાં અનેક સ્થળોએ મંડપ બાંધીને ગરમાગરમ ફાફડા જલેબી અને તેની સાથે હવે ચોળાફળીનું પણ વેચાણ જોવા મળે છે. જેમાં ફાફડા જલેબી લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો કતારમાં ઉભેલા જોવા મળતા હોય છે. તેમજ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાધા વિના તેની ઉજવણી અધુરી રહી હોય તેમ પણ લોકોને લાગે છે.