ગુજરાતમાં સોસાયટીઓના કોમન ધાબા પર ૫૦થી વધુ લોકો પતંગબાજી નહીં કરી શકે

0
3
ઉત્તરાયણને હજી થોડા દિવસ બાકી છે, ત્યાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય.
ઉત્તરાયણને હજી થોડા દિવસ બાકી છે, ત્યાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય.

અમદાવાદ: કોરોનાકાળમાં જનતા કરફ્યૂ, લોકડાઉન અને રાત્રિ કરફ્યૂમાં જ તહેવારોની ઉજવણી કરવી પડી છે. આવામાં નવા વર્ષમાં પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે કેવી છૂટછાટ અપાશે તેના પર સૌની નજર છે. ઉત્તરાયણને હજી થોડા દિવસ બાકી છે, ત્યાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય. એક જ પરિવારના લોકોને પતંગ ઉડાવવાની છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં મુખ્ય પ્રધાનના અધ્યક્ષ હેઠળની કોર કમિટીની બેઠક બાદ સરકાર ઉત્તરાયણના તહેવારની ગાઈડલાઈન અંગે જાહેરાત કરી શકે છે. ત્યારે આ પહેલા ઉત્તરાયણના તહેવાર મામલે નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું કે, રાજ્ય સરકાર કોઈ અધિકૃત કાર્યક્રમ કરવાનો નથી. પરંતુ ઉત્તરાયણમાં કેટલા એકઠા થાય છે, એક જ અગાશીમાં કેટલા લોકો ભેગા થઈ શકે આ અંગેનો નિર્ણય અમારી કોર કમિટીમાં લેવાશે. તે અંગે ટૂંક સમયમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. બહુ લોકો ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અગાશી પર એક જ પરિવારના લોકો ભેગા થાય, તેઓ પોતાના પરિવારના લોકો સાથે પતંગ ઉડાડે તો વાંધો નહિ આવે. જોકે એક ધાબા પર ૫૦ લોકો કે વધુ લોકો ભેગા થવાને મંજૂરી નહિ આપવામાં આવે.