ગુજરાતમાં ૧૬મીથી રસીકરણ શરૂ થશે

0
13
ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૨૮૭ રસીકરણ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ, તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે.
ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૨૮૭ રસીકરણ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ, તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વેકિસનનો પ્રથમ જથ્થા મંગળવારે પૂણેથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. જ્યારે અજે બુધવારે સુરત, વડોદરા અને રાજકોટ માટે પણ વિક્સનનો બીજો જથ્થો આવશે. હવે ૧૬મીથી કોરોના વોરીયર્સને વેકિસન આપવાની કામગીરી કરવામાં આવશેગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિનનો જથ્થાની માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ વેક્સિનનો જથ્થો કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં ૧૨,૦૦૦ના જથ્થા સાથે વેક્સિનના કુલ ૨૩ બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે. જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં ૮ બોક્સ એટલે કે ૯૬ હજાર વેક્સિન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં ૧૦ બોક્સ એટલે કે કુલ ૧ લાખ ૨૦ હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ઝોનમાં ૫ બોક્સ એટલે કે ૬૦ હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છેતેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આવતીકાલે ૧૩ મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં ૯૩,૫૦૦ વેક્સિનનો જથ્થો, વડોદરામાં ૯૪,૫૦૦ વેક્સિનનો જથ્થો અને રાજકોટ ખાતે ૭૭ હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે્. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ૨૦ હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.ગુજરાત રાજ્યના ૪ લાખ ૩૩ હજાર સરકારી અને ખાનગી આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે એવું જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૧૬મી તારીખે સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કાનો પ્રારંભ થનાર છે