ગુજરાતી ફિલ્મ હેલ્લારોની ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી

0
11

ભારતની શ્રેષ્ઠ ફિલ્મનો નૅશનલ અવૉર્ડ મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ હવે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પ્રદર્શિત થશે. ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)નું આ 50મું વર્ષ છે. એના ‘ઇન્ડિયન પૅનોરમા’ સેક્શનમાં ઓપનિંગ ફિલ્મ તરીકે ‘હેલ્લારો’ની પસંદગી કરવામાં આવી છે.

‘ઇન્ડિયન પૅનોરમા’ સેક્શન હેઠળ વર્ષ દરમ્યાન બનેલી શ્રેષ્ઠ ભારતીય ફીચર અને નૉન-ફીચર ફિલ્મ રજૂ કરવામાં આવે છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહે કહ્યું કે ‘ઓપનિંગ ફિલ્મ હોવાથી તમામ ઉપસ્થિત મહાનુભાવો તથા મિનિસ્ટરો એ ફિલ્મ જોશે. જુદા-જુદા ફિલ્મ-સર્જકો ત્યાં હાજર હશે. એક ગુજરાતી ફિલ્મ માટે આ એક અત્યંત મહત્ત્વની અને મોટી વાત છે.

આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ભારતના સૌથી મોટા ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.’20થી 28 નવેમ્બર દરમ્યાન ગોવાના પણજીમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે.