‘ગુડ લક જેરી’ને નડ્યું બેડ લક?

0
14
અભિનેત્રીની ‘ગુંજન સક્સેના’ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ વખાણી હતી. હવે ફરી એક વાર ‘ગુડ લક જેરી’ ફિલ્મને લઇને તે ચર્ચામાં છે.
અભિનેત્રીની ‘ગુંજન સક્સેના’ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ વખાણી હતી. હવે ફરી એક વાર ‘ગુડ લક જેરી’ ફિલ્મને લઇને તે ચર્ચામાં છે.

અભિનેત્રી જાહન્વી કપૂર હાલમાં પંજાબમાં ‘ગુડ લક જેરી’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મને તાજેતરમાં જ ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ ‘ગુડ લક જેરી’ ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું હતું. ખેડૂતોનું કહેવું હતું કે ‘કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના આંદોલનને પંજાબી ઇન્ડસ્ટ્રીના અનેક ગાયકો અને કલાકારોએ સમર્થન જાહેર કર્યું છે. જોકે, આ મુદ્દે બૉલીવૂડના એકપણ કલાકારે કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ કલાકારો જ્યાં સુધી સમર્થન નહીં કરે ત્યાં સુધી તેમને પંજાબમાં ફિલ્મનું શૂટિંગ કરવા દેવામાં નહીં આવે.’

આ બનાવ બાદ જાહન્વી કપૂર ખેડૂતોના સમર્થનમાં આગળ આવી હતી. અભિનેત્રીએ ટ્વિટ કર્યું હતું કે ‘ખેડૂતો આપણા દેશના હૃદયમાં છે. હું દેશના અન્નદાતાઓનું મહત્ત્વ સમજું છું અને તેમની કદર કરું છું. મને પૂરો વિશ્ર્વાસ છે કે જલદી આ સમસ્યાનું સમાધાન નીકળશે, જેનાથી ખેડૂતોને લાભ થશે.’ જાહન્વી કપૂરે સોશિયલ મીડિયા પર ખેડૂતોને સમર્થન આપ્ય બાદ તેની ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવા દેવામાં આવ્યું હતું. ‘ગુડ લક જેરી’ ફિલ્મમાં જાહન્વી કપૂર સાથે દીપક ડોબ્રિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ નજરે ચડશે.આનંદ રાયના પ્રોડક્શનમાં બની રેહલી આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. અભિનેત્રી જાહન્વી કપૂરે ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘ધડક’ ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.