ગ્રાઉન્ડ રિપોર્ટ-2: ગીરના જંગલમાં વનવિભાગ અને રાજકારણીઓની મીઠી નજર નીચે થતા હોય છે લાયન શો

0
43
ews/SAU-RJK-HMU-LCL-11-lion-death-ground-report-2-illegal-lion-show-in-gir-forest-gujarati-news-
ews/SAU-RJK-HMU-LCL-11-lion-death-ground-report-2-illegal-lion-show-in-gir-forest-gujarati-news-

ગીરના દલખાણિયા રેન્જમાં 11 સિંહના મોતે ખળભળાટ મચાવી દીધો છે. વનખાતુ અને સરકાર સમગ્ર હકીકત પર ઢાંક પીછાડો કરી રહી છે. પરંતુ સત્ય હકીકત એ છે ગિર વિસ્તારમાં મોટા રાજકારણીના ફાર્મ હાઉસ અને રિસોર્ટ છે. રાજકારણીઓ અને તેના ગેસ્ટ અહીં સિંહ જોવા આવતા હોય છે. આ માટે પૈસા અને રાજકીય વગને લઇ ગેરકાયદે લાયન શો થતા હોય છે. દલખાણીયા રેન્જ લાયન શો માટે ખૂબ જાણીતી છે. આ રેન્જમાં ફાયરિંગથી એક વનકર્મીની હત્યા પણ થઇ હતી. સ્થાનિકો પણ નામ ન દેવાની શરતે કહે છે કે મોટા રાજકારણી ગીરમાં જમીનો ખરીદી ફાર્મ બનાવ્યા છે અને વનખાતાની મીઠી નજર હેઠળ લાયન શો કરી મોજ મજા કરતા હોય છે.

વનવિભાગની નપુંસક જેવી ભૂમિકા

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સિંહને ખોરાકની લાલચમાં વનવિભાગના અમુક સ્ટાફના લોકો પણ લાયન શોમાં ભાગીદાર હોય છે. લોકો સિંહ સહેલાઇથી જોવા મળતા નથી. માટે લાયન શો જેવા ખેલ થાય છે જેમાં સ્થાનિકોની મિલીભગત અને વનવિભાગની મીઠી નજરમાં આવું કરી મોટી રકમ વસૂલવામાં આવતી હોય છે. આવા શો થાય છે તે મોટાભાગના રાજકારણીઓને પણ ખબર હોય છે. છતાં કોઇ દિવસ નક્કર પગલા લેવામાં આવતા નથી, વનવિભાગને જાણે કંઇ ખબર જ ન હોય તેવા ડોળ કરવામાં આવે છે. સામાન્ય નાગરિક સુધી સોશિયલ મીડિયામાં લાયન શોના વીડિયો પહોંચી જાય છે. છતાં વનવિભાગને નથી ખબર, તપાસ કરીશું તેવા બેજવાદારી ભર્યા નિવેદનો કરતા હોય છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ-1: 11 સિંહના મોતમાં કેન્દ્રની ટીમ પણ વનખાતાનો બચાવ કરી રહી છે, ગીરના સિંહ રામભરોસે!

ગીરના સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. અને ગીરકાંઠામા સાવજોનુ રક્ષણ કરવામા તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે ત્યારે નિવૃત આરએફઓ અને વોઇસ ઓફ ફોરેસ્ટના પ્રમુખ શાંતીલાલ રાણવાએ જો સાવજોને બચાવવા હોય તો માલધારીઓને ફરી ગીરમા વસાવવા જોઇએ. તથા જંગલમા ગુજરાતના અધિકારીઓને જ મુકવાની માંગ કરી છે. શાંતીલાલ રાણવાએ વધુમાં જણાવ્યું હતું કે, ગીરમાંથી માલધારીઓને કાઢી મુકવાના તઘલખી નિર્ણયથી ગીરની પ્રાકૃતિક વિરાસત નષ્ટ પામી છે. માલધારીઓને ગીરમાથી દૂર કરતા સિંહોનો ખોરાક પણ ઘટયો છે. તેથી સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. ખરેખર ગીરમા થોડા થોડા અંતરે માલધારીઓને વસાવી તેના થકી જંગલમા પશુઓની સંખ્યા વધારવી જોઇએ. નદી નાળાઓ પર ચેકડેમ બાંધી અહીં પાણીની સમૃધ્ધિ લાવવાની જરૂર છે. વનપાલ, વનરક્ષકો, ટ્રેકર વગેરે નવી દુનિયામા જલ્દી કંઇક કરી લેવાની ભાવનાથી ગીરની શિસ્ત અને પ્રકૃતિના નિયમો ભુલી રહ્યાં છે. તેમને વન્યપ્રાણીઓ પ્રત્યે ઓછો લગાવ છે. આવા કર્મચારીઓ, અધિકારીઓને ઓફિસમા બેસાડી જંગલ અને વન્યપ્રાણીઓ પ્રત્યે સમર્પિત આ વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓને ગીરમા મુકવાની જરૂર છે.

ews/SAU-RJK-HMU-LCL-11-lion-death-ground-report-2-illegal-lion-show-in-gir-forest-gujarati-news-
ews/SAU-RJK-HMU-LCL-11-lion-death-ground-report-2-illegal-lion-show-in-gir-forest-gujarati-news-