ચીનમાં ભૂસ્ખલનને કારણે બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકાયું, અરૂણાચલમાં પૂરનું અલર્ટ

0
16
news/NAT-HDLN-flood-alert-in-arunachal-pradesh-on-siang-river-landslide-lake-in-china-gujarati-news-5971749-NO
news/NAT-HDLN-flood-alert-in-arunachal-pradesh-on-siang-river-landslide-lake-in-china-gujarati-news-5971749-NO

તિબેટમાં બ્રહ્મપુત્ર નદીમાં બુધવારે પહાડનો એક ટુકડો પડ્યો હતો. આ કારણે ત્યાં નદીનું પાણી રોકાય ગયું છે. પરિણામે અરૂણાચલમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ અરૂણચલના કોંગ્રેસ સાંસદ નિનોંગ એરિંગે ચિઠ્ઠી લખીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ મામલે દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે.

પહાડનો ટૂકડો પડવાથી બન્યું કુત્રિમ ઝીલ

– ચીનની યારલુંગ સાંગપો નદી તિબેટથી અરૂણાચલમાં પ્રવેશે છે જે બાદ તે સિયાંગ તરીકે ઓળખાય છે. આ સિયાંગ આસામમાં પ્રવેશતા બ્રહ્મપુત્ર બની જાય છે.
– ભૂસ્ખલનને કારણે યારલુંગ સાંગપોમાં બ્રહ્મપુત્રની કુત્રિમ ઝીલ જેવો આકાર લઈ લીધો છે. અરૂણાચલમાં સિયાંગ નદીમાં જળસ્તર ઘટી ગયું છે. આશંકા છે કે જો ભૂસ્ખલનને કારણે બ્રહ્મપુત્રમાં પડેલો પથ્થર હટી જશે તો અરૂણાચલમાં ભીષણ પૂર આવી શકે છે.
– ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં ઝીલ બની છે ત્યાંથી 6000 લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યાં છે. ચીને કહ્યું કે અમે ભારતને આ સંબંધે જાણકારી આપી દીધી છે.
– ચીનના અધિકારીઓનું કહેવું છે કે મેનલિંગ કાઉન્ટી ગામની પાસે ભૂસ્ખલનના કારણે ઝીલ બની હતી અને હવે તેનું જળસ્તર 131 ફુટ સુધી પહોંચી ગયું છે.

નદીઓનું જળસ્તર ઘટવું અપ્રાકૃતિક- કોંગ્રેસ સાંસદ

– સાંસદ નિનોંગે કહ્યું કે, વિસ્તારની નદીઓમાં જળસ્તર તેજીથી ઘટી રહ્યું છે. સિયાંગ લગભગ લગભગ સૂકાય ગઈ છે. આ અપ્રાકૃતિક છે. જો ડેમ તૂટશે તો ભયાનક પૂર આવી શકે છે. અરૂણાચલ ઉપરાંત બીજા રાજ્યોમાં પણ તેની અસર પડી શકે છે. ચીનના અધિકારીઓ મુજબ જે વિસ્તારમાં ડેમનું નિર્માણ થયું છે ભારતીય સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર છે.