ચૂંટણીને લઈ બોલીવુડ કલાકારોમાં ભારે ઉત્સાહ, મતદાન કરવા ઉમટી પડ્યા

0
32
celebrities voting for loksabha election 2019
celebrities voting for loksabha election 2019

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૯
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની ૧૭ બેઠકો પર મતદાન થયું જેમાંથી ૬ બેઠકો મુંબઈની હતી. જેમાં કુલ ૧૧૬ ઉમેદવાર મેદાનમાં છે. લોકસભા ચૂંટણીને લઈને બોલીવુડ કલાકારોમાં પણ ઉત્સાહ જાવા મળ્યો. પ્રિયંકા ચોપરાએ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ તસવીરમાં તેણે લખ્યુ કે આ ક્ષણ ખૂબ જ મહત્વની છે. તમામ મત એક અવાજ છે જે કાઉન્ટ થશે.
અભિનેત્રી રેખાએ બાંદ્રા બૂથ નંબર ૨૮૩માં મતદાન કર્યુ. બાલીવુડ સ્ટાર માધુરી દિક્ષિત મતદાન કરવા પહોંચી. અજય દેવગણે મતદાન કર્યા બાદ આંગળી પર લગાવેલી ઈન્કવાળો ફોટો પડાવ્યો. અજય દેવગણ મતદાન માટે કાજાલ અને પુત્ર યુગ સાથે પહોંચ્યા. પરેશ રાવલ પત્ની સ્વરૂપ સંપત સાથે મતદાન કરવા પહોંચ્યા. કરીના કપૂર તેમના પુત્ર તૈમૂર સાથે મતદાન મથક પર પહોંચી હતી. અમિતાભ બચ્ચન પરિવાર સાથે મત આપવા આવ્યા હતાં. તેમની સાથે પત્ની જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન તથા પુત્રવધૂ ઐશ્વર્યા રાય હતાં. સલમાન ખાને બહેન અલવિરા તથા જીજાજી અતુલ અગ્નિહોત્રી સાથે મતદાન કર્યું હતું.
ભોજપુરી અભિનેતા રવિકિશન મુંબઈના ગોરેગાંવમાં મતદાન કરવા પહોંચ્યા. રવિ યુપીની ગોરખપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં છે. બિઝનેસમેન અનિલ અંબાણીએ મતદાન કર્યું.