ચૂંટણી આવતા જ રામ નામનો કટોરો લઇને નીકળી પડે છે ભાજપવાળા: રાજ બબ્બર

0
14
raj babbar bjp bowl news

અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણને લઇને કોંગ્રેસના સિનિયર નેતા રાજ બબ્બરે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવતા જ ભાજપ તેના નામ પર મતદાતાઓને ઠગવાનું શરૂ કરી દે છે.

અભિનેતાથી રાજનેતા બનેલા રાજ બબ્બરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ભાજપ ભગવાન રામને ક્યારેય આસ્થાની નજરેથી જોયા નથી. જ્યારે પણ ક્યાંય ચૂંટણી હોય છે. ભાજપ રામ નામનો કટોરો લઇને ફરવાનું શરૂ કરી દે છે.

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, રામ મંદિર મુદ્દે ભાજપની ઠગાઇના પ્રયત્નોને મતદારોએ ઓળખી લીધી છે. ભાજપ કહે છે કે મંદિર અમે બનાવીશું પરંતુ તારીખ જણાવશે નહીં. લોકો સમજી ચૂક્યા છે કે, તેમના મુખમાં રામ અને બગલમાં છૂરી છે.

raj babbar bjp bowl news
raj babbar bjp bowl news