ચૂડેલથી પીછો છોડાવતા જોવા મળ્યા વિક્કી કૌશલ

0
11

નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા વિક્કી કૌશલ તેની અપકમિંગ હોરર ફિલ્મમાં જોવા મળશે. આ પહેલી વાર છે જ્યારે વિક્કી કૌશલ કોઈ હોરર ફિલ્મમાં જોવા મળ.

ફિલ્મનું બીજુ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વિક્કી કૌશલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરમાં વિક્કી કૌશલ પાણીની અંદર જોવા મળી રહ્યો છે.

પરંતુ જો પોસ્ટને ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે વિક્કી પાણીમાં ડૂબી નથી રહ્યો પરંતુ ચૂડેલથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે કે વિક્કી કૌશલની પાછળ એક ચૂડેલ ઉભી છે જેણે વિક્કીને પકડી રાખ્યો છે અને તે પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરી રહ્યો છે. 

આ સિવાય અન્ય એક પોસ્ટરમાં વિક્કી કૌશલના હાથમાં કુહાડી દેખાઈ રહી છે અને પાણીમાં ડૂબતુ ટીવી જોવા મળે છે. પોસ્ટરમાં એક વાત જોઈ શકાય છે કે ફિલ્મમાં વિક્કી કૌશલનો સામમનો ભયાનક ચૂડેલ સાથે થવાનો છે.

જોવાનું એ રહેશે કે કઈ રીતે વિક્કી કૌશલ પોતાનો જીવ બચાવે છે