છેલ્લાં છ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ૭૭ પૈસાનો સુધારો જોવા મળ્યો

0
32
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો સત્રના આરંભે ગઈકાલના ૭૩.૩૧ના બંધ સામે સુધારાના ટોને ૭૩.૧૫ની સપાટીએ
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો સત્રના આરંભે ગઈકાલના ૭૩.૩૧ના બંધ સામે સુધારાના ટોને ૭૩.૧૫ની સપાટીએ

મુંબઈ: વર્તમાન કૅલેન્ડર વર્ષનાં અંતિમ સત્રમાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત છઠ્ઠા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં આગેકૂચ જળવાઈ રહેતાં વધુ ૨૪ પૈસાના સુધારા સાથે ૭૩.૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં છ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ૭૭ પૈસાનો સુધારો જોવા મળ્યો છે. કૉવિડ-૧૯ના વેક્સિનને મંજૂરી ઉપરાંત સ્ટિમ્યુલસ પેકેજને ટેકે વૈશ્ર્વિક અર્થતંત્રોમાં સુધારાતરફી વલણ રહે તેવા આશાવાદને કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો સત્રના આરંભે ગઈકાલના ૭૩.૩૧ના બંધ સામે સુધારાના ટોને ૭૩.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર નીચામાં ૭૩.૧૭ અને ઉપરમાં ૭૩.૦૧ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૨૪ પૈસા વધીને ૭૩.૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો.