જયલલિતાની બાયોપિક માટે કંગના શીખે છે ભરતનાટ્યમ

0
11

ભૂતપૂર્વ અને સ્વર્ગીય રાજનેતા જયલલિતાના જીવન પર બની રહેલી બાયોપિક ‘થલાઇવી’ માટે કંગના રનોટ ભરતનાટ્યમ શીખી રહી છે.

આ નૃત્યની સાથે જ કંગના સાઉથની ભાષા પણ શીખી રહી છે. ફિલ્મ માટે તૈયારીઓના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યા છે.

ફિલ્મને વિષ્ણુ ઇન્દુરી પ્રોડ્યુસ કરશે.

કંગના ફિલ્મમાં ચાર અલગ-અલગ લુકમાં જોવા મળશે.

ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ ફિલ્મ સિવાય જયલલિતાના જીવન પર વેબ-સિરીઝ ‘ક્વીન’ પણ બની રહી છે.