જલદી મોટા થવું છે પ્રીતિને

0
13

સોની ટીવી પર ત્રણ મહિના ચાલેલા રિયલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’ની વિનર પ્રીતિ ભટ્ટાચાર્ય જલદી મોટી થવા માગે છે અને એનું કારણ પણ અજીબ છે. ૯ વર્ષની પ્ર‌ીતિ ભટ્ટાચાર્યની ઇચ્છા છે કે તે તેની ફેવરિટ ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ માટે પ્લેબૅક કરે પણ અત્યારે તેનો અવાજ હજી પાકટ થયો ન હોવાથી પોતે અત્યારે એ કરી નહીં શકે અને જો હજી તેણે આઠ-દસ વર્ષ રાહ જોવી પડે તો ત્યાં સુધીમાં સંભવતઃ દીપિકા પાદુકોણ રિટાયરમેન્ટ લઈ લે તો તેની આ ઇચ્છા અધૂરી રહી જાય અને એવું ન બને એ માટે પ્ર‌ીતિ ઇચ્છે છે કેતે જલદી મોટી થઈ જાય.

પ્ર‌ીતિ ભટ્ટાચાર્ય સહિત કુલ ૬ કન્ટેસ્ટન્ટ હતા, જેમાં મ્યુઝિક-ડિરેક્ટર રામ શંકરની દીકરી સ્નેહા શંકર હૉટ ફેવરિટ ગણવામાં આવતી હતી. જોકે એવું બન્યું હોત તો એવી ધારણા પણ મૂકી શકાઈ હોત કે સોની ટીવીએ લાગવગ ચલાવી, પણ એવું થયું નહીં અને વોટિંગમાં ૬ પૈકીની સૌથી નાની એવી પ્ર‌ીતિએ બધાને પાછળ રાખી દીધા.