જસદણની પેટા ચૂંટણી માટેના પડઘમ શાંત: ભાજપ અને કોંગ્રેસના જીત માટેના દાવા

0
26
saurashtra election campaign stop at jasdan election
saurashtra election campaign stop at jasdan election

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સૌરાષ્ટ્રની જસદણ વિધાનસભાની 20મી ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટેના પ્રચાર પડઘમ 18મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે શાંત થયા છે.

પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ જસદણમાં ઉતરી પડ્યા હતા. બંને પક્ષ તરફથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી તેમજ જાહેર સભા કરાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના જુદાજુદા નેતાઓએ પોતાના પક્ષના ઉમેદવારની જીત અંગે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ જસદણની બેઠક જીતી જવા માટેના સામસામા દાવાઓ વ્યક્ત કર્યા છે.

પ્રચારનાં પડઘમ શાંત થયા બાદ 18મીની સાંજથી જ બંને પક્ષના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. આવતીકાલે પણ ડોર ટુ ડોર પ્રચાર ચાલુ રખાશે મંગળવારે ભાજપ અને કોંગ્રેસની જાહેર રેલી સામસામે આવી ગઈ હતી.

ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સાથે કોંગ્રેસના કાર્યકરોને બોલાચાલી અને મગજમારી થઈ હતી. બીજી બાજુ પ્રચાર કરવા માટે જઇ રહેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ભાજપના કાર્યકરોએ રોક્યા હતા આમ જસદણ બેઠક માટે પ્રચારના અંતિમ દિવસે વાતાવરણ ખુબ જ ગંભીર અને તંગ બની ગયું હતું.

આવી સ્થિતિને પગલે મતદાન દરમિયાન કોઈ ગરબડ કે મારા મારી ન થાય તેવી વ્યવસ્થા કરવાનો પડકાર પોલીસ અને વહીવટી તંત્ર સમક્ષ ઊભો થયો છે જેને પગલે ટોચના પોલીસ અને વહીવટી તંત્રે નવેસરથી જસદણ અને સમગ્ર સ્થિતિ ની સમીક્ષા હાથ ધરી છે