જાણો કેમ ગુસ્સે થઈ ગઈ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા

0
24

બળાત્કારની ફરિયાદ કરનાર વિદ્યાર્થીને પોલીસે અરેસ્ટ કરતાં રિચા ચઢ્ઢા ગુસ્સે થઈ છે. બીજેપીના લીડર ચિન્મયઆનંદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પોલીસે બ્લેકમેઇલિંગના કેસમાં આ સ્ટુડન્ટને અરેસ્ટ કરી છે. આ ફરિયાદીએ ફરિયાદમાં કહ્યું હતું કે એક વર્ષ સુધી ચિન્મયઆનંદે તેના પર બળાત્કાર કર્યો હતો. પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતી રિચાએ વિદ્યાર્થીના અરેસ્ટ વિશે ટ્વીટ કર્યું હતું કે ‘શું???? આપણી આસપાસ શું થઈ રહ્યું છે?’

આ વિશે સ્વરા ભાસ્કરે પણ કહ્યું હતું કે ‘બેટીઓને આ પ્રકારના લોકોથી જ બચાવવાની જરૂર છે. ખૂબ જ શરમની વાત છે.’

અનુભવ સિંહાની અભી તો પાર્ટી શુરુ હુઈ હૈમાં કમર્શિયલ સેક્સ વર્કર બનશે રિચા ચઢ્ઢા

‘સેક્શન ૩૭૫’માં દર્શકોને મનોરંજન પૂરું પાડ્યા બાદ રિચા ચઢ્ઢા તેની આગામી ફિલ્મ સાથે તૈયાર છે. અનુભવ સિંહાની ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’માં તે કર્મશ્યલ સેક્સ વર્કરના પાત્રમાં જોવા મળશે. આ એક બ્લેક કૉમેડી છે. આ વિશે વધુ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘હું દરેક પ્રકારની પાત્રો ભજવી રહી છું. મારી પર્સનાલિટીને અનુરૂપ હું દરેક પાત્ર ભજવી રહી છું.


અનુભવ સિંહા સાથે હું એક કૉમેડી ફિલ્મ માટે સેક્સ વર્કરનું પાત્ર ભજવી રહી છું. મારા પાત્રનું નામ સોફ્ટી છે. ‘સેક્શન ૩૭૫’ બાદ લોકો મને નવા અવતારમાં જોશે એની મને ખુશી છે. અનુભવ સિંહાની ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’માં સોફ્ટીનું મારું પાત્ર ખૂબ જ ક્રેઝી છે.

કૉમેડી મને ખૂબ જ પસંદ છે અને એવી ફિલ્મો હું વધુ કરવા માગું છું.