જામનગરમાં વધુ એક જેગુઆર તૂટી પડ્યું, 500 ફૂટ સુધી ઢસડાયું

0
376
An Indian Air Force Jaguar fighter jet today crashed soon after it took off from the Jamnagar air base in Gujarat
An Indian Air Force Jaguar fighter jet today crashed soon after it took off from the Jamnagar air base in Gujarat
An Indian Air Force Jaguar fighter jet today crashed soon after it took off from the Jamnagar air base in Gujarat

લેન્ડિંગ વખતે દુર્ઘટના: ૫૦૦ ફૂટ ઢસડાયા બાદ પાયલોટનું ઇજેકશન

જામનગર-રાજકોટ:

જામનગર એરફોર્સનું એક જેગુઆર ફાઇટર વિમાન કચ્છના મુંદ્રા નજીક બેરાજા ગામ પાસે ચાર દિવસ પૂર્વે તૂટી પડતાં તેમાં પાઇલોટનો ભોગ લેવાયો હતો ત્યારે આજે પણ જામનગર એરફોર્સનું જેગુઆર વિમાન ટેકનિકલ ખામીના કારણે તૂટી પડયું છે. રન-વે પર કયાંય સુધી ઢસડાયા બાદ આ જેગુઆર બાજુની રફ જમીનમાં સરકી ગયું હતું. જો કે સદભાગ્યે પાઇલોટનો બચાવ થયો છે પરંતુ તેને ઈજા પહોંચી છે. પ્લેન ક્રેશ થયાના સત્તાવાર ઈન્કાર વચ્ચે આ ઘટનાની કોર્ટ ઇન્કવાયરીના આદેશ આપી દેવાયા છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, રૂટિન એકસરસાઈઝ અન્વયે અમદાવાદના એરપોર્ટ ઉપરથી જેગુઆર વિમાન લઇ સ્ક્વોડ્રન લીડર ભદવાર જામનગર પરત આવવા નીકળ્યા બાદ લેન્ડીંગ કરતી વેળાએ સરમતની ખાડી નજીક વિમાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. ખોપરામાં કશુંક ભરાઈ જવાથી સ્નેગ ડેવલપ થયાનું અને કોઇ મોટું વિઘ્ન આવ્યાનું પાઈલોટને માલૂમ પડી ગયું હતું. તેમણે ગમે તેમ થોડોઘણો કન્ટ્રોલ કરીને જેગુઆરને રન-વે પર લેન્ડ તો કરાવ્યું હતું પરંતુ વિમાન પ૦૦ ફૂટ ઢસડાયા પછી છેક પાઇલોટ સીટને વિમાનમાંથી છોડાવી જંપ કરવામાં સફળ રહ્યા હતા. તે પછી પણ વિમાન ૧૦૦ મીટર જેટલું ઢસડાયું હતું અને રન-વે નજીકની રફ જમીનમાં જઇ પડ્યું હતું. આ ઘટનામાં પાઇલોટને પણ ગંભીર ઇજા પહોંચી હતી. રન-વે પર ચોક્કસ પ્રકારની ખામીને કારણે આમ બન્યાનું પણ બિન સત્તાવાર ચર્ચાઈ રહ્યું છે. આ બનાવની એરફોર્સના સતાવાળાઓને જાણ થયા બાદ તુરંત ઘટના સ્થળે પોલીસ કાફલો તેમજ એમ્બ્યુલન્સ સહિત દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત પાઇલોટને હોસ્પિટલ ખડેડાયો હતો.

ચાર દિવસ પૂર્વે કચ્છના મુંદ્રા નજીક બેરાજા ગામ પાસે જામનગર એરફોર્સનું વિમાન તૂટી પડયું હતું. જેમાં એર કોમોડોર સંજય ચૌહાણનો ભોગ લેવાયો હતો.