જીએસટીનું 1 વર્ષઃ માસિક રૂ.91,000 કરોડનો ટેક્સ સરકારને મળ્યો

0
124
GST Turns 1: Recap Of Major Milestones In The Indirect Tax Regime So Far
GST Turns 1: Recap Of Major Milestones In The Indirect Tax Regime So Far

જીએસટીના 11 મહિનામાં એટલે કે જુલાઇ 2017થી મે 2018 વચ્ચેનો કુલ ટેક્સ રૂ.10.06 લાખ કરોડ થયો

નવી દિલ્હીઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને એક વર્ષ થઇ ગયું છે. 1 જુલાઇ 2017ના રોજ સરકારે 70 વર્ષ જૂના ટેક્સ સ્ટ્રક્ચરને દૂર કરી દીધું હતું. તેના સ્થાને જીએસટી લાગુ કર્યું હતું. તે અનુસાર 5%, 12%, 18% અને 28% ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યા. જ્યારે જીએસટી લાગુ થયો ત્યારે સવાલ એ ઊઠ્યો હતો કે તેનાથી સરકારને રેવન્યુમાં નુકસાન થશે. પરંતુ છેલ્લા 11 મહિનાના આંકડા બતાવે છે કે 17 ઇનડાયરેક્ટ ટેક્સીસના બદલે જીએસટી લાગુ થવાથી કોઇ મોટું નુકસાન નથી થયું.

જીએસટી લાગુ થયું તેના પ્રથમ વર્ષ 2016-17માં કુલ ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન 17.10 લાખ કરોડ રૂપિયા અને દર મહિને સરેરાશ 1 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. જ્યારે જીએસટીના 11 મહિનામાં એટલે કે જુલાઇ 2017થી મે 2018 વચ્ચે કુલ ટેક્સ કલેક્શન 10.06 લાખ કરોડ રૂપિયા અને દર મહિને સરેરાશ કલેક્શન 91 હજાર કરોડ રૂપિયા રહ્યું. જૂન 2018ના આંકડા આવવાના બાકી છે. સરકારની નજરે આ આંકડા એટલા માટે સારા છે કેમકે તેમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, શરાબ, તમાકુ અને મનોરંજન પર લાગતા ટેક્સનો સમાવેશ નથી થતો.

એપ્રિલમાં 1 લાખ કરોડની પાર ગયું જીએસટી કલેક્શન

મહિનો જીએસટી કલેક્શન (રૂપિયા કરોડ)*
મે-18 ———– 94,016
એપ્રિલ-18 ———– 1,03,000
માર્ચ-18  ———– 89,264
ફેબ્રુઆરી-18 ———–  88,047
જાન્યુઆરી-18 ———–  88,929
ડિસેમ્બર-17 ———–  83,716
નવેમ્બર-17 ———–  85,931
ઓક્ટોબર-17 ———–  95,132
સપ્ટેમ્બર-17 ———–  93,029
ઓગસ્ટ-17  ———– 93,590
જુલાઇ-17 ———–  92,283
11 મહિનાની સરેરાશ : 91,539
11 મહિનાનું ટોટલ : 10,06,937
*સીજીએસટી, એસજીએસટી અને આઇજીએસટીના આંકડા

11 મહિનામાં મોંઘવારી બેગણી થઇ:- કેટલાક દેશોમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના શરૂઆતના મહિનાઓમાં મોંઘવારી વધી હતી. કેનેડામાં 1991માં 7ટકા દરે જીએસટી લાગુ થયો હતો. તેનાથી ત્યાં મોંઘવારી વધી હતી. કેનેડાને 2006માં ટેક્સ ઘટાડીને 6 ટકા કર્યો હતો. 2008માં તેને 5 ટકા કર્યો હતો. ઓસ્ટ્રેલિયા અને મલેસિયાને પણ જીએસટી પછી મોંઘવારીને કાબૂમાં લેવાના પગલાં લેવા પડ્યા હતા. ભારતમાં જીએસટી લાગુ થયો તે સમયે જુલાઇ 2017માં રીટેલ ફુગાવો 2.36 ટકા હતો. એક મહિના પછી ઓગસ્ટ 2017માં તે દર 3.36 ટકા પહોંચ્યો હતો જે 5 મહિનામાં સૌથી વધારે હતો. જીએસટીના 11 મહિના પછી મે 2018માં મોંઘવારી દર 4.87 ટકા થયો હતો.