જો આલિયા ભટ્ટ ભાભી બની જાય તો કેવું લાગશે? કરીનાએ આપ્યો રસપ્રદ જવાબ

0
25

બોલીવુડ અભિનેતા રણવીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના લગ્નને લઈને હંમેશાં ચર્ચા થતી હોય છે. ઘણીવાર લગ્નને લઇને વાતો થતી રહે છે, પણ તે ખોટી પુરવાર થાય છે.

એકવાર તો આલિયાએ લહેંગો સિવડાવવાને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ પછીથી તે બાબતે કોઇ જ ફૉલોઅપ ન નીકળ્યું. હવે ફરી એકવાર રણબીર-આલિયાના લગ્નની ચર્ચા થઈ રહી છે અને આ વખતે કારણ છે કરીના કપૂર.

હાઁ, આ વખતે કરીના કપૂરે બન્નેના લગ્નની ચર્ચાને ફરી જીવંત કરી છે. આમ તો રણબીર કપૂર અને કરીના કપૂર કઝિન્સ છે અને જો આલિયાના લગ્ન રણબીર સાથે થઈ જાય છે તો આલિયા કરીના કપૂરની ભાભી બનશે.

હવે કરીના કપૂરે આલિયા ભટ્ટને પોતાની ભાભી બનવાને લઈને કહ્યું છે કે જો આવું થાય તો હું વિશ્વની સૌથી ખુશ છોકરી હોઈશ.

જિયો મામી મૂવી ફેસ્ટિવલ વિથ સ્ટાર 2019 દરમિયાન આલિયા, કરીના અને ફિલ્મ મેકર કરણ જોહર વાતચીત કરી રહ્યા હતા

ત્યારે કરણ જોહરે પૂછ્યું કે જો આલિયા કરીના કપૂરની ભાભી બને છે તો કેવું થશે…. ત્યારે કરીનાએ કહ્યું કે હું આ વિશ્વની સૌથી ખુશ છોકરી હોઇશ.

કરીનાના આ જવાબ પર આલિયાએ કહ્યું, “ઇમાનદારીથી મેં આ બાબતે હજી સુધી કંઇ વિચાર્યું જ નથી, પણ હજીએ હું આ વિશે વિચારવા નથી માગતી.

તો કરણ જોહર અને કરીનાએ કહ્યું કે જો એવું થાય છે તો તે ખૂબ જ ખુશ થશે અને તે હંમેશાં તેની સામે થાળી લઈને આગળ ઊભા રહેશે.”

જણાવીએ કે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં બન્ને એક્ટર્સ એક સાથે જોવા મળશે. તો આલિયાએ કરીનાને લઈને કહ્યું કે, “તે હંમેશાં મારી માટે એ પ્રેરણા રહી છે.

પહેલા વાત એ હતી કે કોઇપણ અભિનેત્રી લગ્ન કરતી, તો તેનું કરિઅર થોડું ધીમું પડી જતું, પણ આમણે આ પંરપરા સંપૂર્ણપણે તોડી નાખી છે.”