જ્યારે ઋતિકને 3, 000 છોકરીઓએ લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ

0
19

ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશન હાલમાં ધ કપિલ શર્મા શોમાં આવ્યા અને તેના બોલીવુડ ડેબ્યૂ બાદ તેમને મળેલા દર્શકોના પ્રેમ વિશે વાત કરી. હ્રિતિકે કહ્યું કે 2000ની સાલમાં આવેલી ફિલ્મ હિટ થયા બાદ તેમને 3, 000 છોકરીઓ પાસેથી લગ્નના પ્રસ્તાવ મળ્યા હતા.

એ વર્ષે હ્રિતિક સુઝેન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

આ વાતની જાણકારી મુંબઈ મિરર અખબારે આપી છે. ફિલ્મ સાથે જ હ્રિતિક રોશન અને અમીષા પટેલ રાતો રાત સુપરસ્ટાર બની ગયા હતા.

ફિલ્મ કહો ના પ્યાર હૈને હાલમાં જ આઈફા અવૉર્ડ્સમાં છેલ્લા 20 વર્ષની સર્વશ્રેષ્ઠ બોલીવુડ ફિલ્મના રૂપમાં પણ પસંદ કરવામાં આવી.

હ્રિતિક અને સુઝેને 2014માં છુટાછેડા લઈ લીધા હતા. પરંતુ તે પોતાના બાળકો રેહાન અને રિદાન સાથે જોવા મળે છે. રાકેશ રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈમાં હ્રિતિક રોશન ડબલ રોલમાં હતા અને તેમની સામે ફીમેલ લીડમાં અમીષા પટેલ હતા.