ટાઇગર શ્રોફનો લાંબો ફાઇટ સીન

0
19

બૉલીવૂડનો અભિનેતા ટાઇગર શ્રોફ અત્યારે તેની ફિલ્મ ‘વૉર’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે તેના ગુરુ રિતિક રોશન સાથે ફાઇટ કરતો જોવા મળશે.

બંને એકબીજા સાથે ખતરનાક જંગ લડશે. આ બંને હીરો એકશન હીરો તરીકે ઓળખાય છે. યશરાજ ફિલ્મ્સની આ સૌથી મોટી એકશન ફિલ્મ હોવાનું કહેવાય છે.

ફિલ્મમાં ટાઇગરના એન્ટ્રી સીન માટે બહુ મોટા પાયે તૈયારી થઇ રહી છે. બૉલીવૂડનો આ અત્યાર સુધીનો સૌથી લાંબો ઇન્ટ્રોડક્ટરી સીન હશે એવું કહેવાય છે.

નિર્દેશકસિદ્ધાર્થ આનંદ કહે છે કે અભિનેતા ટાઇગર શ્રોફે ફિલ્મમાં એકશન સીક્વન્સનો હાથાપાઇનો સૌથી લાંબો સિંગલ શૉટ શૂટ કર્યો છે.

આ અઢી મિનિટનો લાંબો શૉટ છે, જે ટાઇગરે એક જ ટેકમાં શૂટ કર્યો છે કોઇપણ કટ વગર. ટાઇગરે આ સીન માટે ઘણી પ્રેક્ટીસ કરી હતી.

ફિલ્મમાં ટાઇગર અને રિતિક સાથે વાણી કપૂર હિરોઇન છે. ફિલ્મને હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. તેને વિદેશી લોકેશનો પર શૂટ કરાઇ છે.