ટાઇગર શ્રોફ દુબઇમાં, પણ કોની સાથે?

0
11
ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. એની સાથે જ આ ટર્કિશ રસોયાની કરામત જાણીને તેની પ્રશંસા કરતા ટાઇગર શ્રોફે પણ તેની સાથે પડાવેલો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે.
ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. એની સાથે જ આ ટર્કિશ રસોયાની કરામત જાણીને તેની પ્રશંસા કરતા ટાઇગર શ્રોફે પણ તેની સાથે પડાવેલો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે.

‘બાગી’ હીરો ટાઇગર શ્રોફ તેની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી સાથે બગાવત કરીને દુબઇમાં કોઇ નવી સ્ત્રીમિત્ર જોડે મોજ મસ્તી કરી રહ્યો છે એવું જો તમને જાણવા મળે તો કેવું લાગે? જોકે, એવું નથી. તે કોઇની સાથે છે પણ તે કોઇ બીજી ગર્લફ્રેન્ડ સાથે નહીં, પણ તેની પોતાની બહેન સાથે!બંને ભાઇ-બહેન અત્યારે દુબઇમાં જલસો કરી રહ્યા છે. બંનેનો એક કોમન ફ્રેન્ડ પણ બની ગયો છે. હા, તે કોણ છે જાણો.હાલ એ દુબઇમાં નુસરત નામના એક સેલિબ્રિટી શૅફની ડીશો માણી રહ્યા છે. આ નુસરતે દુનિયાની ઘણી હસ્તીઓને પોતાની કરામતનો સ્વાદ ચખાડ્યો છે, જેમ કે ડેવિડ બૅકહેમ, સ્ટીવ હાર્વે, ડ્રેક અને ડી.જે. ખાલિદ વગેરે વગેરે.ટાઇગર શ્રોફ હાલ તેની બહેન ક્રિષ્ના શ્રોફ જોડે દુબઇમાં ફરી રહ્યો છે. ખાણી-પીણી અને સાઇટસીઇંગ તો સમજ્યા, પણ તેમને તો નુસરતની દોસ્તી બહુ ગમી ગઇ છે. તેમણે બન્નેએ તેમની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. એની સાથે જ આ ટર્કિશ રસોયાની કરામત જાણીને તેની પ્રશંસા કરતા ટાઇગર શ્રોફે પણ તેની સાથે પડાવેલો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે. આ નુસરતના વખાણ કરતા તેણે લખ્યું પણ છે કે, ‘તારી કરામત લાઇવ જોવાનું ખૂબ ગમ્યું. શ્રેષ્ઠ ભોજન માટે આભાર, નુસરત.’આ નુસરત ટાઇગરનો નવો બોયફ્રેન્ડ છે એટલે દિશાએ હાલ તુરંત તો ચિંતા કરવાની જરૂર નથી, પણ હા, ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફ હાલ ચર્ચામાં છે, કારણ કે તેના બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપના સમાચાર હવે પુષ્ટિ પામ્યા છે. એબાન હિમ્સ નામના આ બોયફ્રેન્ડ સાથે તેને સારી દોસ્તી થઇ હતી. કોરોના મહામારી દરમિયાન ક્રિષ્નાએ સોશિયલ મીડિયા પર કબૂલ પણ કરેલું કે તે તેેને કેટલો મિસ કરે છે. ક્રિષ્નાએ તેના અને એબાનના અઢળક ફોટા પણ શેર કર્યા હતા. તેમના ચાહકોને પણ લાગતું હતું કે તેમની ગાઢ ફ્રેન્ડશિપ પ્રણય અને પરિણયમાં પરિણમશે, પરંતુ ગયા મહિને ક્રિષ્નાએ પોતે જ જાહેર કરી દીધું છે કે તેમની મિત્રતાનો અંત આવ્યો છે અને ચાહકોએ તે બન્નેની જોડી વિશે કોઇ ટિપ્પણી ન કરવી એવી વિનંતી પણ તેણે કરી છે.

જોકે, થોડા સમયમાં જ ક્રિષ્નાને નવો ક્લોઝ્ડ ફ્રેન્ડ મળી ગયો છે તેવું તેની તસવીરો પરથી લાગે છે. આ ફ્રેન્ડ એ બીજો કોઇ નહીં પણ ટર્કીશ સેલિબ્રિટી શૅફ નુસરત જ છે, જેની સાથેની તસ્વીરો ટાઇગરે સોશિયલ મીડિયા પર મૂકી છે.આ શૅફે ક્રિષ્નાનું દિલ પણ જીતી લીધું હોય એવું લાગે છે. ક્રિષ્નાએ જે ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે એ જોઇને એવું લાગે છે.આ ફોટામાં ક્રિષ્ના તેના આ નવા બોયફ્રેન્ડને કિસ કરતી હોય એ સ્પષ્ટ દેખાઇ આવે છે. એક વીડિયો પણ તેણે શેર કર્યો છે, જેમાં આ શેફ રસોઇ કરતા કરતા ક્રિષ્નાને તેની ચમચી વડે પોતાની વાનગી ચખાડી રહ્યો હોય તે પણ જણાઇ આવે છે. આ વીડિયોમાં તો પાછળ ટાઇગર શ્રોફ ઊભો છે એ પણ જોવા મળે છે.હશે! આ બધી તસ્વીરો અને વીડિયો જોઇને તેનો ચાહક વર્ગ તો હરખાય છે. પણ હા તેનો જૂનો મિત્ર એબાન નારાજ હોય એવું લાગે છે.હા, એબાને કોમેન્ટ જરૂર કરી છે. તેણે ક્રિષ્નાને સંબોધીને લખ્યું છે કે તેં ઘણી જલ્દબાજી કરી છે. જોઇએ હવે ક્રિષ્નાની કહાણી શું રંગ લાવે છે.